________________
४८६
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી તોરણ બંધાય, તેમ મરણને પ્રસંગ આવે તે જોળા ફેટા પણ આખા દેશમાં બંધાય. જેમ ધર્મનું ધરી ઉપાદાન તેમ કર મન ધરીનું ઉપાદાન અહીં છે. કર્મ કરી સાતમી નરકના દલીયાં બાંધવા, એક વચન બોલી અનંતે સંસાર રઝળવું તે પણ અહીં છે. આ બેધારી તલવાર છે, શત્રુના નાશ તરફ વાપરશે તે કામ કરશે, આને આ ચોક્કસ સારી ગતિ કે ચક્કસ મટી દુર્ગતિ મેળવી આપશે, ગાંડાના હાથમાં આપેલી તલવાર વગર હિસાબે ચાલે, કોઈ વખત ત્રીજા ઉપર, કેઈ વખત શત્રુ ઉપર ચલાવે, માટે વગર હિસાબે ન ચાલવા દે. ઘડીમાં સંવરનું ઘડીમાં આશ્રવનું ચક્કર ચલાવીએ, એમ તમારા હાથમાં સાધન આવેલું છે, તેનો નિયમિત સદુપયોગ થવો જ જોઈએ. મનુષ્યનાં મગજમાં હૃદયમાં ગાંડાપણાને દેખતા નથી, એ તો કાર્યોથી ગાંડ-ડાહ્યો કહીએ છીએ, ગાંડે ડાહ્યો આત્મા તપાસવાને એક જ સાધન છે, હાથમાં આપેલી વસ્તુને સદુપયોગ-દુરૂપયોગ કરે, તે ઉપરથી ડાહ્યો ગાંડે સમજાય છે. અનર્થ હરણ કરનાર ધર્મરૂપી રત્ન આવવું મુશ્કેલ છે. ગંભીરતા ગુણ વગર દાન, શીલ, તપ, મૂર્તિપૂજા, ગુરુભકિત આદિ ઘર્મ કેવી રીતે કરાય ?
આત્માને ધર્મ આત્મામાં જ છે, ઘરમાં પડેલું નિધાન છે, પિતાનું જ છે, પિતાના ઘરમાં જ છે. છતાં કામમાં ક્યારે આવે ? ઉપરની માટી ખસે ત્યારે તેમ આપણા આત્મામાં જ ધર્મ છે, નિધાન બતાવનાર મળે તે ઉપગારી ગણીએ. ત્રણે જગતના નાથે આપણા આત્મામાં નિધાન છે તેમ બતાવી દીધું, છતાં પૈસે પૈસે હેરાન થાય છે, તે કેવો મૂર્ખ ગણાય? નિધાન કાઢવાની મહેનત કરતા નથી, પૈસે પૈસે હેરાન થાય તે કબૂલ. તેવી મૂર્ખાઈ આપણામાં છે, અંદર રહેલ નિધાન ઓળખતા ન હતા, તે ત્રણ જગતના નાથે ઓળખાવ્યું, ઉંપરા પડ કાઢવા માટે તૈયાર થતા નથી, આ જગે પર ૨૧ ગુણવાળ ધર્મ પામે. તેમાં અક્ષુદ્રગુણ પહેલે. તુચ્છ બુદ્ધિવાળો બે પૈસા મળ્યા હોય તે. ખખડાવ્યા કરે. એમ આ જીવ તુચ્છ બુદ્ધિવાળે છે ત્યાં સુધી એને પડ ઉખેડવાનું સૂઝતું નથી. સૂઝે કોને ? દુનીયાદારીમાં તત્ત્વબુદ્ધિ ન હોય તેને. પહેલો ધર્મ કરવા લાગ્યા ત્યારથી પૈસા ખખડાવવાની ટેવ ઓછી થઈ. નહીતર ફૂરસદ લે નહિ ને ધર્મ કરે નહીં. આગળ વધીએ તો આ ભવ કરતાં આગલને ભવ શ્રેષ્ઠ છે. તે ધારણા ન થાય તો તેને પણ ધર્મ કરવાની ધારણા ન થાય. વર્તમાનની મિલકત ધંધામાં તેજ