________________
પ્રવચન ૫૩ મું
૪૯૩
આવી ગયું. અનંતકાળે એક એક વખત મળે, તે અપેક્ષાએ કેટલે કાળ ગયે ? દુર્લભ એક મનુષ્યપણાથી બીજા મનુષ્યભવનું આંતરૂં અનંતી ઉત્સપિ તેથી દુર્લભ જણાવ્યું, મનુષ્યપણામાં દેશવિરતિ, સર્વવિરતિના ક્રિયા અનંતી વખત મળી, આ વાક્યનો દુરુપયોગ ન થાય, જે અનંતી વખત સાધુપણું લીધું, ન વન્યુ તે હવે લઈને શું કરવું ? મેરુપર્વત જેટલા ચરવળા, ઘા કર્યા, ફળ ન દેખાયું, તે હવે ત્યાં દોરાય તે મૂર્ખ ગણાય, અકલ્યાણ ન થયું છતાં એ જ રસ્તે ચાલવું તે મૂર્ખતા છે. આવું કેટલાએક મારા કહેવામાંથી તારવી નાખે, તેના સમાધાનમાં સમજવાનું કે બીડની જમીનમાં વરસાદ કેટલા વરસ વરસ્યો? સેંકડોહજારો વર્ષ સુધી વર તો પછી અનાજ ઉગ્યું નથી, હવે બીડની જમીન સુધરે તો તેમાં વાવે કે નહીં? હજારો વરસ વરસ્ય, ન ઉગ્યું, એમાં વરસાદનો વાંક ન હતો, બીજ વાવ્યું ન હતું તે વાંક હતો. વરસાદે તો ઘાસ ન વાવ્યું તો પણ ઘાસ કરી દીધું. જમીન તેમ જ વરસાદ નક મા ન હતા. ભૂલ વાવ્યું ન હતું ત્યાં હતી. તેમ આત્મારૂપી ક્ષેત્ર નકામું નથી, ક્રિયારૂપી વરસાદ નકામે નથી, પણ વાવેતર ન કરેલું હોવાથી ધાન્ય ન થયું. દરેક વખતે રાજા-મહારાજા, ઈન્દ્રોના ફળ સુધી પહોંચ્યા, તે બીડમાં ઘાસ થયું. અત્યારે વાવે તો જમીન કસદાર છે અને વરસાદ સારો છે, પણ મોક્ષની ઈચ્છારૂપી બીજ વાવ્યું નથી. અનંતી વખત ચાત્રેિ, દેશવિરતિ, પૂજા, પડિકમણ સામાયિક કર્યા. તે એક મોક્ષની ઈચ્છાથી કર્યા નથી. કુંવારી કન્યા ભાયડાને જાણતી નથી છતાં ઘર માંડીને બેસે છે. વસ્તુ પાસે છે, ફક્ત નિઘા કરવાની જરૂર છે. ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ મલ્યા છે. માત્ર બુધ મોક્ષની થઈ નથી, તેટલી હજુ ખામી છે. મારા આત્માનું કલ્યાણ થશે એ બુધિએ એક વખત પણ સામાયિક પડિક્રમણ થતા નથી. મોક્ષની બુધિએ જીવે અનતી વખત દેશવિરતિ, સર્વ વિરતિ કરી છે, એવું કહેનારા મૃષાવાદી છે. મેક્ષની ઈચ્છાથી ધર્માનુષ્ઠાનોની પ્રવૃત્તિ કરે તે આઠભવમાં મેક્ષ જાય.
શક્તિસંપન્ન આમા :
મોક્ષની ઈચછા સમ્યકત્વ પહેલાં થાય. દુનીયાદારીથી જુદોજન્મમરણાદિક દુ:ખ રહિત એ રૂપ મેક્ષ માન્ય હોય તે પણ શુકલપાક્ષિક એક પુદ્ગલ પરાવર્તમાં જરૂર મેક્ષે જાય. આ ધર્મક્રિયા મોક્ષબુધ્ધિએ હજુ કરી નથી. એ તે ચારિત્રથી ચુકવવાના યા તો