________________
પ્રવચન ૫૨ મું
૪૮૫ કે, ધર્મ કરવાવાળાને મનુષ્ય ગતિની જરૂર છે. ધર્મમાં જીવપણાની જરૂર તેટલી જ ધર્મ સાધવાવાળાને મનુષ્યપણાની જરૂર છે. આ આડકતરી રીતે જણાવ્યું છે. મનુષ્યપણાની ગતિ અનુભવવાવાળે આત્મા ધર્મનું ઉપાદાન બની શકે, દેવગતિ, તિર્યંચગતિ, નરકગતિ તેમાં વિશિષ્ટ આત્મા ભલે હોય, પણ તે ધર્મના ઉપાદાન બની શકે નહિં. નારકી, તિર્યચ, દેવતા સમ્યકત્વ ધારે, તે મનુષ્યગતિની અપેક્ષાએ, સમ્યકૃત્વમાં સંવર, નિર્જરા, મોક્ષ, તે પણ ધારવા પડશે. તે બનશે આ જ ગતિમાં. મનુષ્યગતિ સિવાય ધર્મનું ઉપાદાન કારણ બની શકે નહિં. આથી આત્માપણું અનાદિકાળનું છે, પણ આ સ્થિતિવાળું મનુષ્યપણું દુર્લભ છે. જે અહીંથી ખસ્યા તે ફેર અનંતાકાળે દુર્લભ છે. તેનો સદુપયોગ ન કરીએ તો આપણી સ્થિતિ કઈ ? દુનીયામાં એક વસ્તુ ન મેળવી હોય તે તેમાં મુખે ગણાય, મેળવીને ઉપગમાં ન લેતો તેમાં કહેવું શું? જેને ઘેર જેવા વધામણા તેને ઘેર તેવી પિક :
એક દોઠ નદીમાં બેસી પેલે પાર જાય છે, નાવડી ડી ચાલી, ખલાસીને રેડલા વખત થયું હશે કે કેમ ? તે ખબર નથી. શેઠને પૂછે છે. શેઠ! કેટલા વાગ્યા ? ગુંજામાંથી ઘડીઆળ બતાવીને કહ્યું કે જે ! મને જોતા આવડતું નથી. વાત કરે છે એવામાં ટાવરના ટકોરા થયા, તે ગણતા પણ આવડતું નથી. તારી અધી જિંદગી ધૂળ, એળે ગઈ. એટલામાં હોડી અવળી ચડી ગઈ, શેઠજી તરતા આવડે છે કે નહિ? નથી આવડતું, તે તમારી આખી જિંદગી ધૂળ ગઈ, તરવાનું શીખ્યા ન હતા તેમાં શેઠની જિંદગી ગઈ. તો તરતા આવડતું હોય અને હાથ ન હુલાવે તો તેને શું ગણવું ? વાંચતા ગણતા ન આવડતું હતું તે “ આઠ આની જિંદગી ગઈ, ને તરતા ન શીખ્યા તે આખી જિંદગી ગઈ. તે હાથ ન હલાવે તેનું શું ગણવું ? તેમ શાંતિસૂરિજી મહારાજ જણાવે છે કે તમે તરવાનું નહીં શીખેલા હાડકાના હરામ છો, તેને શું કહેવું? તમે મનુષ્યપણું પામ્યા છે, ખરેખર ! આ આત્મા ધર્મના ઉપાદાન તરીકે તૈયાર થયે નથી. હવે તમે ધરમ નહીં ઝળકા તો બીજી ગતિમાં મળવાનો નથી. મનુષ્યપણું ફરી ક્યાં મળે તે કાંઈ મારા હાથમાં છે ? એવા રેદણ રૂવે પણ એ બધું આપણી પાસે તૈયાર છે. આટલી સામગ્રી મળ્યા છતાં પાછળ પડીએ છીએ. “જિસકે ઘર જેસા વધામણા ઉસકે ઘર એસી પોક, રાજાને ઘેર કુંવર જન્મે તે આખા દેશમાં