________________
પ્રવચન પ૨ મું
૪૮૩ લલચાવનારા છે. પરિણામ શું આવે છે? કર્મબંધનને અને જીવ ફસાય છે, તે વાતને અંગે કહી ગયા. છ મહિના પહેલા ચ્યવનના ચિહ્નો જણાય?
હવે આગળ સિદ્ધિ સિવાય કોઈ જેગોએ સંસારમાં શાશ્વતી સ્થિતિ નથી, સર્વાર્ધ સિધની સ્થિતિ પણ શાશ્વતી નથી, તેમાંથી ખસવાનું છે. તેમાં મનુષ્યને ખસવાનું ઓચિતું, પગલા હેઠે મરવાનું, દેવતાને અંગે વિચારીએ ત્યાં છ મહિના પહેલાથી મરણ દુઃખે ઉભા હોય. રાજા હોય તેને મોટી સત્તાએ હુકમ કર્યો, કે રાજ કરો પણ છે મહિના પછી કેદમાં નાખવાના છે; તે રાજાના છ મહિના કેવા જાય? આખી જિંદગી સુધી કરેલું રાજ્ય રૂંવાડે રૂંવાડે રેસનારૂં થાય. છ મહિના પહેલાથી ચ્ચનના ચિન્હો છે, તે નજરે આવે, તે પણ પોતે દેખે છે કે, હવે કઈ જગે પર જવાનું છે. દેવતામાંથી મનુષ્યો મુડીભર થવાના, એક સમયમાં અવતા દેવતાને, ઉત્કૃષ્ટથી જેટલા દેવતા ૧ સમયમાં ચવે તેને ગર્ભ જ મનુષ્યમાં રહેવાનું સ્થાન નથી, તે પછી સર્વ દેવતાને ગર્ભ જ મનુષ્યમાં સ્થાન કયાંથી? તે સમજે છે કે કઈ ગતિમાં જવાનું છે? એ કેન્દ્રિય તિર્યંચમાં ઉ૫જવાનું દેખે, ઢેર ઢાંખરમાં ઉપજવાનું શી રીતે થાય ?
જે દુર્ગતિથી ડરે તેને મરણ વખતે વિચાર કરવાને, મર્યા તો ખાસડે ગયા તેને શું ? શાસ્ત્રકાર કહે છે કે, એ સ્થિતિએ વિચાર કરે છે કે, આખા દેવભવનું સુખ એકે એવી સ્થિતિ થાય છે. એ તે દેવતાઈ વૈકિય કાળજુ છે કે ફાટતું નથી, એ જગો પર ઔદારિક કાળજું હોય, તે કટકે કટકા થઈ જાય. તે દેવતાઈ ઠકુરાઈ, વૈક્રિય શરીર હોવાથી કટકા થઈ ફાટતું નથી, હાડકાનું શરીર હોય તે, સેંકડે કટકા થઈ ફાટી જાત. એક સારે આબરૂદાર, નિષ્કામ પરોપકાર કરનારે છેવટે મેં કાળું કરવાનો વખત આવે તે શું થાય? હાટ ફેલ થઈ જાય. જીવે સાગરોપમ સુધી મે જમજામાં કાઢેલા તેવાને એ સ્થિતિ દેખી શું થાય? માટે પરિણામની અપેક્ષાએ દેવભવ દુઃખસ્વરૂપ, સ્વરૂપથી વિષયમય હોવાથી દુઃખરૂપ, પણ સમ્યકત્વની અપેક્ષાએ કર્મબંધના કીચડમાં ગુંદાઈ ગએલો, જેને સમ્યકત્વની દશામાં દેવતા તથા ઈન્દ્રની સ્થિતિ ભયંકર લાગે, તેને સમ્યકત્વની સ્થિતિમાં ઓલામાં ઊંધા માથા કરવાનું મન કેમ થાય ? કહો કે જે નિશ્ચયને કાર જકડી રાખવો જોઈએ તે જકડા નથી,