________________
४७४
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી જશે, ત્યાં તે આચારમાં રહેવાનું થાય તેમાં નવાઈ શી? અત્યારે કંચન અને કામિની એ મૂળ પકડી રાખેલા છે, આ બેમાં ગોટાળે આવ્યો તે શ્રાવક છેડીયા કાઢી નાખશે. એ બે વસ્તુ સાધુપણાના મૂળ તરીકે પકડેલી હોવાથી બે બાબતમાં કેટલો સજડ રહી શકે છે, જેમ આ બે વસ્તુ જાળવવી પડે છે. તેમ દેવલેક માટે આ બે વસ્તુને ત્યાગ કરતા હોય તે તે વર્તનમાં ખામી આવવા દે ખરો ? એક વિદ્યા સાધક અબ્રહ્મચારી, લંપટી હેય, વિદ્યા સાધવા બેસે તે વખતે ખુદ દેવી આવે તો પણ કશું નહીં. લંપટી, લુચ્ચ છતાં, વિદ્યા સાધતી વખતે દેવી આવે તો પણ કંઈ નહીં. અહીં જે ચારિત્રમાં ખપે તે નથી દેવી મલવાની કે નથી સાધના થવાની. તેમ આ ચારિત્રમાં ખામી આવી તે દેવક મળવાને નથી. દેવલોકનું સાધ્ય સિદ્ધ કરવાનું હોવાથી વીતરાગ તે જેવું ચારિત્ર પાળે છે. હવે મળ વાતમાં આવે. આશા-તૃષ્ણા છોડવી જોઈએ તેમ હમેશાં તીર્થકરે કહે, એજ ધારી આટલું કષ્ટ ઉઠાવવામાં ગમે છે. તેમને તીર્થકરના ભાવચારિત્રના વચને ન બેસે. મહાવીર મહારાજાના ચૌદ હજાર સાધુઓમાં પોતે ૭૦૦ કેવળીઓ છે તે જાણે છે, ને તેર હઝાર ત્રણ સકષાયી છે. કષાય ન કરવાને ઉપદેશ નહીં આપે હોય ? કહે અમલ ન થયે તે અહીં દેખીએ છીએ. આપણે મુળ મુદ્દો કયાં છે ?
આચાર મેળવવાની મુશ્કેલી
આચાર આવવામાં કેટલી મુશ્કેલી છે. ચારિત્રાચાર એ અનંતી વખત દ્રવ્યથી આવે, ત્યારે ભાવથી ચારિત્ર એક વખત આવે. જ્ઞાન માટે થોડો સમય. તે મુશ્કેલી પસાર કરતે હોય તે માત્ર મનુષ્ય. બાકીની ત્રણ ગતિમાં ચારિત્રની મુશ્કેલીને પસાર કરી પાર પામી શકતા નથી. બીજી ગતિમાં ચારિત્રને મોક્ષનું કારણ ગણો, ચારિત્રથી કલ્યાણ છે તેમ ગણે છતાં નાના છોકરાનાં નામા જેવું. નાના છોકરાનાં નામામાં રકમ સાચી, હીસાબ સાચે, પણ નામ છેટું છે. અમુકના ખાતે હઝાર, અમુકના નામે બે હઝાર ઉધાર્યા. સરવાળે બાદબાકી કાઢી સાચી, પણ નામ ખોટા. તે જેમ છોકરાઓ નામું શીખે તે કેવળ કાગળ કાળા કરવાના. તે આવક જાવક વગરનું નામું, છોકરા