________________
૪૫૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી તમારી માલિકી કેટલી :
ખોરાક, શરીર, ઈનિદ્ર, વિષ, તેના સાધને કઈ ગતિમાં નથી? તમારા મનમાં મારું મારું થાય છે? તું તારું ગણે છે પણ તારૂં એકલું નથી. તે ઘર વેચ્યું, બીજાએ લીધું, પૈસા આપ્યા પણ બીજા ઘરને ભંગી લાવ તે ખરે? કહે મેં વેચાણ લીધું છે, તેને હક નથી. ઢેડીઓ પણ શેરીઓ ઘરેણે મૂકે છે. તમે બીજી શેરીને કૂતરો પાળ્યો હોય, તે શેરીના કૂતરાએ રેટલા પૂરતી, ઢેડીઆએ સાફ કરવા પૂરતી, તમે રહેવા પૂરતી માલિકી માની, એ જાનવર કે ઢડીઆને હક તમારા વેચવાથી જ નથી. સરકારી કાયદાએ તમને ઉપરના માલિક ગણ્યા છે. નીચેના માલિક તમે નહીં. આકાશ કે નીચે જમીનમાં નિધાન નીકળે તેના માલીક તમે નહિ, હવાઈ વિમાન આકાશમાં તમારા ઘર ઉપરથી જાય તો તમારાથી રોકાય નહિં. માલિકી વચલા ભાગની, વચલી માલિકી રહેવા પૂરતી, તેના માટે છાતીઓ તેડીએ. કઈ ગતિમાં મત્તાની માલીકી નથી, જાનવરને પણ પિતાનાં બચ્ચાં તમારા બાળકે માફક વહાલાં છે. તમારા છોકરા કરતાં ગાય વહેલી હોય ને વાછરડાને અડકવા વાઘ જાય તો તડાકી ઉઠે. સ્થાન, કુટુંબ તથા શરીરની મમતા જાનવરને પણ છે. તમે મનુષ્યગતિમાં વધારે શું કર્યું? બીજી ગતિમાં ન બનતું હોય તેવું મનુષ્યગતિમાં કયું કર્યું? આહાર-નિદ્રા-ભય તથા મિથુન સર્વે જાનવરોને પણ છે. આહારાદિનું રક્ષણ-મમત્વ જાનવરના ભવમાં અને અહીં પણ છે. મનુષ્ય ભવને એક જ ઉપગ-અનર્થને હરણ કરનાર સદુધર્મરત્ન મેળવી શકયા તે એના જેવું એક રત્ન નથી. બીજી ગતિમાં તેવું રત્ન મળી શકતું નથી. જીવનું શેખશદલીપણું :
દેવતાઓ, સમકિતી ને દરિદ્રના મને રથ સરખા છે. શેખશલ્લીના વિચાર જેવા ખરેખર દેવતાઓ છે.કંઈ કરવાનું નહિં. શેખચલ્લીને ઘડાની મજૂરી પણ હાથમાં આવી નથી, તેમ દેવતાઓને નકારશી સરખી હાથમાં આવી નથી. તે ન છતાં મોક્ષ સુધીને વિચાર, તેથી જ શેખશલ્લીને વિચાર કરીએ છીએ. શેખચલ્લીના વિચારમાં બાયડી-છોકરે થઈ ગયા ને મનામણું કરશે, ના કહીશ વગેરે પેટા સંકલ્પ છે. મનુષ્ય ભવ સિવાય