________________
પ્રવચન ૪૮મું
૪૪૫ તો ખેડૂત કરતાં મુંડા, આ શરીરમાંથી સાર ન નીકળે તો જગતમાં શરીર જેવું બીજ ખરાબ નથી, ભાડૂતી ઘરમાં રહ્યા એટલે જેવું હોય તેવું ચલાવી લેવું પડે, ને તેમાં જ રાજી રહેવાય, પણ તેનું વસ્તુ સ્વરૂપ આદિ મગજમાંથી નથી જતા. વિચારીએ તો દુનીયાને બગાડનાર આ શરીર, મહામહેનતે અનાજ પેદા કર્યું, જેટલું અનાજ શરીરમાં નાખ્યું, તેટલી વિષ્ટા કરી, પણ પવિત્ર મનાએલું છે, તેને પેશાબ કર્યો, હવાને ઝેરી બનાવી, આનાથી કર્યું શું ? આવી દુર્લભતાએ મળેલું મનુષ્ય શરીર આટલી ખરાબી કરનાર તેનાથી મેળવ્યું શું? એક જ વસ્તુ બની શકે, આવા મનુષ્યપણામાં તમામ અનર્થો નાશ કરનાર સદ્ધર્મ રૂપી શ્રેષ્ઠરત્ન મેળવવું મુશ્કેલ. “નાક તો કટ્ટા પણુધી તો ચટ્ટા, ખરાબ સ્થાનમાં રહેવા છતાં લાભ મેળવ્યું તો સફળ. એકે સ્થાન ધર્મ વગરનું નથી. પાંચ સ્થાનક ધર્મના ભે, હિંસાદિક પાંચ સ્થાનકો બંધ કરે. અનાર્ય મિથ્યાત્વી જે. દરેકને પાંચ વગર ચાલતું નથી. અંશે અંશે વાઘણ પિતાના બચ્ચાને પાળે છે, પિતાના બચ્ચાને હિંસક જાતિ પણ મારતી નથી, તેટલા પુરતી અહિંસાની પાલના થઈ. પોતાનાં બચ્ચાંને અંગે દરેકને પાલનબુધિ રહી છે. પોતાની વસ્તુને અંગે જૂઠ, ચોરી કઈને ગમતી નથી. બાળપણને સ્વભાવ નિર્દોષ છે, પરિગ્રહને અંગે અભવ્ય કે મિથ્યાદષ્ટિને મેલીને જવાનું છે તે દરેક જાણે છે. સ્વર્ગ, નરક, પુન્ય, ૫૫ માને કે ન માને પણ મેલી જવાનું દરેક જાણે છે, તો આ પાંચ કારણે બધી જગા પર છે, તો પછી ધર્મની દુર્લભતા કયાં રહી? પાલન માત્રનું નામ ધર્મ નથી. આ પાલન પાપ સમજી આ પાલન વજે, તેનું નામ ધર્મ છે. જીવનું રક્ષણ કરવું એ ધર્મ નહીં, પણ જીવ હત થાય નહિ એ બુધ્ધિપૂર્વક રક્ષણની પ્રવૃત્તિ થાય તે ધર્મ. જીવનું રક્ષણ કરવું એટલે શું?
જીવ હોય તે હણાય નહિં એ બુધ્ધિપૂર્વક જીવને બચાવવાની બુધિ. આ બે વસ્તુ ખ્યાલમાં , તો જે શાસ્ત્રકાર જણાવે છે તે સમજાશે. હિંસા કરે ને કર્મ બંધ નહીં, હિંસા ન કરે ને કર્મ બંધ થાય, હિંસા કરવાવાળા છતાં કર્મ બંધ નહીં, હિંસા નથી છતાં કર્મ બંધ છે. બે વાતો લક્ષ્યમાં લ્યો. એક સાધુ કાર્ય કરવા મકાનેથી નીકળ્યા છે, ઈર્યાસમિતિ જોઈ સ્થાન ચકખું દેખ્યું, ત્યાં પગ ઉપડયે,