________________
૪૫૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી નહીં. તેમ જાનવરો જ જાતિસ્મરણ પામી અઢારે પાપસ્થાનક
સીરાવે, તેને મહાવ્રત આવે પણ ચારિત્ર ન આવે. વિશેષણવતી, જ્ઞાતાજી, પન્નવણમાં જણાવ્યું છે કે તેમને મહાવ્રત હોય પણ ચારિત્ર નહીં. બચાવવાની પડિલહેણાદિક સામગ્રી હોય તે ચારિત્ર. સામાચારી ન હોય તે ચારિત્ર નહિં, હિંસા ન કરવી તે મહાવ્રતમાં જાય. તીર્થંચ કાલ કરે ત્યારે અઢાર પાપસ્થાનકના પચ્ચક્ખાણ કરે તે મહાવ્રત થયા કે નહીં? તે છ હું ગુણઠાણું માનવું કે નહિં? પડિલેહણાદિક પ્રતિદિન સામાચારી દસ પ્રકારની છે. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ચારિત્ર નથી. જ્યારે આ સામાચારી હોય ત્યારે ચારિત્ર, સામાચારી નથી ત્યાં તે નથી. મહાવ્રતમાં હિંસાને ત્યાગ કર્યો, છતાં ચારિત્ર કેમ નહીં? કહે બચાવવાની પ્રવૃત્તિ નથી. હિંસા ન કરવી તેવી પ્રતિજ્ઞા છે, પણ બચાવવાની પ્રવૃત્તિ નથી. છોકરાએ ખૂન કર્યું, પકડાયો, કેસ ચા, તે વખતે વકીલ રાખી બચાવવાનો પ્રયત્ન કરે . માત્ર પિતે ન કરવું, ખાળે ડૂચા, દરવાજા ખુલ્લા. માટે અહીં મહાવ્રત ને ચારિત્રમાં ફરક કેટલે ? વજવાની બુદ્ધિમાં જાય તો મહાવ્રત રાત્રિવિરમણ છ ઠું, એવા પાંચ મહાવ્રત અંગીકાર કરી વિચરૂં છું, અંગીકાર કરું છું તેમ નહીં, બચાવવાની બુદ્ધિએ મહાવ્રતની જડ છે. સવારે પડિલેહણ શા માટે? રખેને જીવ હોય તો મરી ન જાય, એને જયણાથી કોરાણે મૂકી બચાવું. પડિલેહણાદિક સહિત ચારિત્ર રાખ્યું. બચાવવાની બુદ્ધિ તેનું નામ દયા, બચાવવાની બુદ્ધિ ન રહે તેનું નામ હિંસા.
આમ મૂળ સ્વરૂપ રાખી, હવે પ્રોજન માટે વિચારીએ. તે પડિલેહણાદિક શા માટે કહ્યા? મોક્ષ ફળ તરીકે, બચાવવાની બુદ્ધિ ન આવે ત્યાં સુધી સમ્યક્ ચારિત્ર નથી. અભવ્ય બચાવે છે, બચાવવાની બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરે છતાં સમ્યકૂચારિત્ર નથી. ઈમીટેશન ચકચકે છે, છતાં સાચો હી નહીં કહેવાય. ધર્મનું સ્વરૂપ સમજ્યા હોય છતાં ધર્મ અનર્થહરણ કરનાર જબરજસ્ત વસ્તુ છે, પણ તે ધર્મ લે કેણ? તેને લાયક હોય છે. લાયક જ ધર્મ ઘે. આ જ પર કેટલેક ફેર પડી જાય છે. અગ્નિ સળગે ત્યાં પ્રકાશ હોય, જાજવલ્યમાન હોય ત્યાં શીત ન હોય, અહીં પ્રકાશ છે, દૈત્ય નથી, પણ તે જગે પર એમ કહે કે શૈત્ય જાય, પ્રકાશ થાય પછી એગ્નિ બાવે. એ બને