________________
४४८
આગદ્ધારક પ્રવચન શ્રેણી પાપથી બચવાની બુધ્ધિ ક્યારે આવે? જીવ હશે,ને મરશે તો મને હિંસા થઈ, પાપ-કરમ લાગશે, જીવ હોય તો પણ તે ન મરે તેમ પગમેલ. જીવ છતાં બચે, મરે નહીં તેમ પગ મેલું તે આત્મા કરમથી બચે. બચાવની બુદ્ધિ ન રહે તો કરમથી બચવાનું નથી. ઈર્યાસમિતિમાં શું કરે? બચાવવાની બુદ્ધિ કરે, એ મરશે તો મને કરમ લાગશે, માટે તે નિમિત્ત ટાળવું, એ મરે નહીં, તેમ પગ મેલું. આ ઇર્યાસમિતિનું લક્ષણ જાણવું. એ જીવ મરે નહીં તો હું કરમથી બચું, માટે મરે નહીં તેવી રીતે પગ મેલું. જેઈને કર્યું, પગ પડ્યો, અબી ખીસકેલી પગ તળે આવી, આ જગે પર તરફડતી મેલી જશો કે બચાવવાને પ્રયત્ન કરશે? બચાવવાનું ન માને તો અહીં શું કરશો ? આ તો બચાવવાના દ્રવ્યપ્રયત્નમાં લઈ ગયો છું. મૂળ વસ્તુ પકડવાની છે. હિંસા ચીજ શી? મારવાની બુદ્ધિ તે હિંસા કે બચાવવાની બુદ્ધિ ન રહે તે હિંસા ? જે પ્રથમપક્ષ લઈએ તો અસંશી કે નાસ્તિકને તે હિંસા નહીં લાગે. બચાવવાની બુદ્ધિ એ જ દયા, બચાવવાની બુદ્ધિ એનું નામ અહિંસા રહેવાથી એકેન્દ્રિય તમામ અહિંસાવાળા છતાં તેનું ફળ તેમને નથી. સૂકમનિગદીયા નથી કેાઈની હિંસા કરતાં તેમ નથી કોઈની હિંસામાં કારણ બનતા, છતાં તે અહિંસક નથી. કારણ? તેમને બચાવવાની બુદ્ધિ નથી સાધન ન હોય, સાધ્ય ન હોય પણ લક્ષણ કેટલું ? હિંસાનું કારણ હો કે ન હો, બચાવવાની બુદ્ધિ તે દયા, બચાવવાની બુધ્ધિ નહીં તે હિંસા.
પ્રશ્ન-જીવ મરી જાય છતાં પાપ કેમ ન લાગે?
ઉત્તર–હીર ખવાઈ જાય તે નુકશાન ન લાગે, તેમ હીરે ગયો તે દ્રવ્યસંબંધ છે, આ ભાવસંબંધ છે. પારકી દીધેલી દવા મા ખાય તો ! છોકરાનું દરદ જાય. પાપની વાત ભાવસંબંધવાળી છે, હવે આપણે મૂળ વાતમાં આવીએ, બચાવની બુધિ એનું જ નામ દયા, બચાવવાની બુદ્ધિ નહીં તે હિંસા. સમિતિવાળાએ પ્રથમ જોયું કે, હિંસા થાય તેમ નથી, તેમ ધારી પગ મેલ્યા, હવે અહીં જીવ પગ તળે આવ્યા અને મરી ગયે, તેને તે હિંસા અંગેને સૂક્ષ્મ પણું બંધ નથી. આ ન માનીએ તે જળમાં સિદ્ધ થયા તે વખતે છેલ્લા શરીરના પુદ્ગલથી હિંસા થાય છે, જે પાપ લાગે તે મેસે શી રીતે જાય ? સગી કેવળી કેડ પૂરવવર્ષ સુધી છે, તેમાં હિંસા