________________
४४८
પ્રવચન ૪૮ મું થયા વગર રહે નહિં. તે પાપબંધ માનવો પડે, ને તેમને તે એક શાતા વેદનીયને જ બંધ હોય, બીજો બંધ હેય નહિં. હિંસા લાગે તે પાપબંધ થવા જોઈએ. એમ બીજી બાજુ માણસ જોયા વગર ચા, કેઈ જીવ મર્યો નથી છતાં તે હિંસક શાથી? દુકાનનું કમાડ બંધ કર્યું, તાળું વાચ્યું તે પછી ચેરી થાય તો મુનીમ જોખમદાર નહીં. તાળું મારવું ભૂલી ગયે, ને કેડીને માલ નથી ગયે, તે પણ મુનીમ કેડીને બને, કારણ? મુનીમે રક્ષણના પ્રયત્નો કર્યા ન હતા. બીજી વખત રક્ષણના પ્રયત્ન કર્યા હતા, માલ ગયે છતાં ઠપકે નહીં. માલ ન ગયે છતાં ઠપકે. તેમ બચાવવાનો પ્રયત્ન ન કરે, જીવ ન મરે છતાં બંધ. તેમ શ્રાવકને અંગે પણ ભગવતી સૂત્રમાં ઉદાહરણ છે. એક કુંભાર શ્રાવક છે, તિથિનો દહાડે છે, આજ લીલેરી કાપવી નહીં, પચ્ચખાણ છે. બહાર માટી ખોદવા ગયે, વાડ, વેલા ન હોય તેવી જગો પર દેખી ખોદે છે, પણ અંદર મૂળ કપાઈ ગયું? ત્યાં માટીની હિંસા લાગી કે વનસ્પતિની ? ત્યાં ઉત્તર દીધું કે માટીની હિંસા લાગી. વનસ્પતિ કપાઈ છતાં વનસ્પતિની હિંસા નહીં. કારણ એની બુદ્ધિ વનસ્પતિને બચાવવાથી છે. બચાવવાની બુદ્ધિ એનું જ નામ દયા. બચાવવાની બુદ્ધિ નહીં તે હિંસા, એમને પૂછીએ કે એકેન્દ્રિયને પાપસ્થાનક કેટલા? અઢાર કહે તો એને હિંસાનું કર્મ કેમ લાગે છે? હિંસા કરતા નથી તે હિંસા લાગે કેમ? કહે બચાવવાની બુદ્ધિ નથી. તે બચાવવાની બુદ્ધિ ન હોય તો હિંસા. મૂળમાં જીવને બચાવવાની બુદ્ધિપૂર્વક પ્રયત્ન તે દયા, એક માણસ જોયા વગર ચાલ્ય, જીવ નથી માર્યા, છતાં હિંસા લાગી કે નહિં? તમારે તે બચાવવાનું માનવું નથી.
મહાવ્રત અને ચારિત્રમાં તફાવત :
આ થયું, હવે આગળ આવે. મહાવ્રત અને ચારિત્ર, બેમાં ફેર માલમ પડશે. તિર્યંચોને મહાવ્રત હોય, ચારિત્ર ન હોય. જેમ શ્રાવક માત્ર સૂતી વખતે હવે નકામું પાપ લાગવાનું છે તેમ જાણી અઢાર પા૫ સ્થાનક વસરાવે છે. સર્વથા હિંસાદિક છોડ્યા તે સાધુ થયે કે? જાગે ત્યાં સુધી સાધુ થયો? મહાવ્રત આવી જાય પણ ચારિત્ર