________________
પ્રવચન ૪૭ મું
૪૪૩
આવા કઠિયારા એક ચેલા થયા તો શું ને ન થયા તો શું? પણ એ મિથ્યાત્વી ન હતા. ચૌદ રાજલેકના સર્વ સમ્યકવી કરતાં એક દેશવિરતિ જબરો, તે અસંખ્યાત દેશવિરતિ કરતાં એક સમયનું સાધુપણુ મોટું છે,” તે વાત તે સમજતો હતો. તેથી કહ્યું કે બે દહાડા ખમે. ઉપાય કરવા દ્યો. ‘ગામ વચ્ચે ખોદાચ કુવો, જુઓ કોઈ લાંબે કઈ પહોળા કહે સહુના મન રાજી નવી રહે.” જુઓ લોકો રાહ પર આવે તો લાભ મને મળે, ન આવે તો પધારો. તેમ નહીં. બઝાર વચ્ચે ત્રણ કેડ સોનૈયા મૂકાવ્યા, લોકે એકઠા થઈ રહ્યા છે, તમાસાની દુર્લભતા પહેલા હતી. ત્યાં અભયકુમાર કહે છે કે જે મનુષ્ય આ કેડ સોનૈયા લેવા માગે તેને દઉં. પણ સરત એટલી કે સ્ત્રીને સંસર્ગ કરે નહિં, તેના પડછાયે પણ જવું નહીં ને સંબંધમાં ન રહેવું, એટલી શરત કબૂલે તેને કેડ-સોમૈયા આપું. જેને બાયડી રાખવી નહીં. સંબંધ ન રાખે તેને કેડ સોમૈયા કરવા શુ? પારકા માટે કેડ સોનેયા કણ ભે. બીજી ઢગલી લીધી. જે કાચા પાણીને અંગે સંબંધ ન જોઈએ. ત્રીજાને અંગે, અગ્નિને અંગે કોઈ જાતને ઉપભોગ ન રાખે, તેને કેડ સોનૈયા આપું. આમ શરતો સાંભળનાર કોણ હશે? એવામાં પેલે કઠિયારો નીકલ્યો તેને કહ્યું કે, આવી રીતે દાન દેવાય છે. સંબંધ તો ત્રણેના નહીં કરું, તે સાથે કેડ સોનૈયા જોઈતા. પણ નથી. જે કેડ સેનેયા મળતા ચારિત્ર છોડતો નથી. તો વગર લાલચે છોડનારની કિંમત સમજી શકતા નથી. ત્યારે કઠિયારો ધર્મમાં દઢ રહ્યો. એક કઠિયારાની દીક્ષાના રક્ષણ માટે, સુધર્માસ્વામી સરખા વિહાર માટે કેડ બાંધે છે. અભયકુમાર સરખા ઉદ્યમ કરે છે. તે દીક્ષાની કીંમત સમજતા હતા. આપણે કીંમત ઓછી કરવા માટે આમતેમ કરવું જોઈએ, પણ મહાનુભવ ! લઈ કરી જે, આતો લે તેને માથે વળગાડવું છે. સાધુ આવા જોઈએ. પણ તું લઈને પાળ, તેમાં કોઈ આડો આવે તો કહેજે, આ ઉખેડવા માટે કહેવાય છે, આથી ધર્મરત્ન મળવું ઘણું મુશ્કેલ છે. હવે તે મળે ક્યારે ? જ્યારે અક્ષુદ્રતા આદિ ૨૧ ગુણો આત્મામાં આવે ત્યારે ધર્મરત્ન મળે. માટે અક્ષુદ્રતા, રૂપવાળે, લોકપ્રિય, કૂરતા વગરને, ભીરુ, અશઠ, અત્યંત દાક્ષિણ્યતાવાળ જોઈએ. એવા ૨૧-ગુણે. એમ એકેક ગુણને અંગે વિચારની જરૂર છે. તે વિચાર અગ્રે વર્તમાન.