________________
૪૪૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી પેઠે તરાવી તે જીવવિચાર, નવતત્વ ભણવા હતા? જોડેના સ્થવિરે ચમકે છે, ત્યારે મહાવીર પ્રભુ કહે છે કે તેની નિંદા-તિરસ્કાર ન કરે. અગ્લાનીએ , વરસાદની વેળામાં નાવડી તરાવે છે, તેમાં સ્થવિરેને કંટાળો આવ્યા. તેમાં ભગવાન નિષેધ કરે છે, કે નિંદા તિરસ્કાર ન કરો, અગ્લાનિએ અર્ધમત્તાને , કેવળી પાસે આ સ્થિતિ હતી, તે સાધુપણું શ્રાવકોને કંટક રૂપ ન લાગ્યું. કઠિયારાની દીક્ષા અને તેની સ્થિરતા
સુધમાં સ્વામીએ કઠિયારાને દીક્ષા આપી. ભગવાન મહાવીર વખતે અધમીને ઓલંભે હતો જ. કઠિયારો ગોચરી જાય છે, પાપીઓ ગાજે છે, મહાવીર વખતે શ્રેણિકની સત્તા, અભયનો અમલ, તેમાં ખુલ્લું બોલવાની તાકાત ન હતી. દાઢમાંથી મર્મથી બોલે. મરી ગએલા સાપ દેખતાં ધૂજી ઊઠે તેમ શ્રદ્ધાહીને બીજુ ન કરી શકે પણ દાઢમાંથી ડંખવામાં વાંધે ન આવે. આ ઠીક થયું, આમાં સત્તા કે અમલવાલે શું કરે? આ ઠીક કર્યું. કમાવાની પંચાત બધી છૂટી. ખાંડ ખાઈશ નહીં પણ એનો અર્થ શો ? બધી પંચાત છૂટી. કઠિયારો અકકલવાલા હતો. મીઠા ડામ દે છે, તે મહિના સુધી નહિં રૂઝાય, શરદીમાંથી ગરમી કરવી હોય તે હીરા જોઈએ, ગરમીમાંથી ઠંડી કરવા માટે મુઠી જીરૂં જોઈએ. શાસન પ્રવર્તાવવું પડયું કેમ? કર્માધીન જીવ હોવાથી તેને સ્વતંત્ર કરવા માટે. કઠિયાર કર્માધીન ખરો. સુધર્માસ્વામીને કહે છે કે મારાથી ચારિત્ર નહીં પળે, ગણ્યાંગાઠયાં દહાડા થયા છે. કેમ? મીઠા ડામ સહન થતાં નથી, લોકો ટાઢા ડામ દે છે તે મારાથી સહન થતા નથી, રાજગૃહી સરખી નગરી, શ્રેણિક સરખો રાજા, અભયકુમાર સરખ્ય મંત્રી, છતાં કઠીયારાની સ્થિતિ દેખી સુધર્મા સ્વામી શ્રેણિકની રાજગૃહી છોડવા માટે તૈયાર થયા. આજકાલના ભક્તો ભકિતના નામે વિભકિત કરે. મહારાજ રહો. એક દીક્ષા ન લેતે શું થઈ ગયું. સમજુ ભકત આમ કહે નહિં. વિભક્ત પણ એ જ કહેતો હતો. તું રહે કહે છે. પેલો રહે તેમ કહેતા નથી. અભયકુમાર અનાડીઅણસમજુ ભક્ત ન હતા. અભયકુમાર કહે આટલી મોટી રાજગૃહી નગરી માસકલ્પને લાયક નહીં, સુધર્માસ્વામીએ કહ્યું કે, નગરી લાયક નહિં તેમ નહીં પણ આમ સ્થિતિ છે તેથી વિહાર કરે છે, અભયકુમારના વખતમાં પણ આવી સ્થિતિ હતી. અભયકુમાર કહેવા માગે તે કહી શકે કે