________________
૪૩૦
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી ની એકનજરમાં બળી જાય છે, “વે દીન કબ કે રાજાજી આંખ દિખાવે.” પણ રાજાજી એવા કે આંખની રીતિએ આંખ દેખાડે તો કામ લાગે. એમ પાપને ધિક્કારે છે. દુઃખના ઉદય વખતે, હા ! પાપને ઉદય છે એમ આંખો ઉંચી કરી ડોળા દેખાડ્યા કામ ન લાગે. ભવી અભવી બધા પાટુ પડે ત્યારે પિકાર કરે છે. મિથ્યાત્વી કે સમકિતી, પાટ પડ્યા પિકાર કરે છે, એમાં વળે નહિં. રીતસર આંખ દેખાડવી જોઈએ. બાળક લપેટીને રડે પણ લાખને ન ગણે :
એમ અહીં પીડા કરનાર પાપ તરફ આખું જગત ધિક્કાર કરે છે, પણ જેની પીડા નથી તેવા પાપ તરફ આવો. એવું પાપ કયું? શેઠીયાને ઘરે પાંચ સાત વરસને છેક હોય, જપ્ની આવી હોય, પણ એને ખાવાને વખત થાય તે વખતે ખાવાનું મળી જાય, તો લખેટી રમવામાંથી ઉંચું જોતો નથી. એને જપ્તી નથી. નામા, ચોપડા, પૈસા, આબરૂ તરફ છોકરાની નજર નથી. આ જીવને શરીર તરફ નજર છે. છોકરાને લપેટી જાય તો રોવા માંડે, તિજોરી જાય તો કંઈ નથી. લાખ લૂંટાય તેમાં છોકરાને કંઈ નથી, તેમ આ છોકરાને–આપણને આંગળીએ પીડા થાય તો પડોશીની પીડાની પોક મેલે છે, પણ આત્માના અનંત ગુણે, જ્ઞાન કેટલું હણ્યું, કેટલું પ્રકપ્યું તેની પંચાત નથી. લપેટી લૂંટાય તો ફિકર થાય, આ શરીરની–પાડેશની પીડાની પિક મેલે છે. પાપ તરફ વાસ્તવિક ધિક્કાર હોવો જોઈએ. અહીં દેહના દરવાજા દાઝયા તેને અંગે પોક મેલે તે તે આખી દુનીયા મેલે છે. પણ દીલના-આત્માના દરવાજાની દાઝ થતી નથી. જ્ઞાનાવરણીય પ્રમુખ ઘાતી કર્મો, ઘાતી પાપ તરફ ધિક્કાર વરસ્ય જ નથી. તેથી ધર્મરત્ન પામવું મુશ્કેલ છે. ધર્મને રત્ન તરીકે નથી ગમ્યું, તો ધર્મ જ રત્ન છે તે બુદ્ધિ ક્યાં આવવાની? ધર્મ અને રત્નની બેની સરખાવટ હજુ થઈ નથી, પાંચ હજાર કમાયા તે વખતે જે ઉ૯લાસ, તે ઉલાસને છાંટ સામાયિક-પૂજા–પ્રભાવના વખતે આ ? બધું તારીયાનું છે તે કહેવાનું જ ને ? રાંડેલી બાઈ પાસે પંદરહજારની મિલકત હતી, સંતાનમાં એકમાત્ર છોકરો જ હતો, એ માંદો પડ્યો, ત્યારે પેલી કંજસ એવી કે બે આના ખરચી દવા પણ ન લાવે, પાડોશણ કહે તારે કઈ ખાનાર નથી, તારે એના ઉપર ગાજા ને વાજા છે, એના માટે બે આના ખરચવાના તે માટે આમ કરે