________________
પ્રવચન ૪૬મું
૪૩૧ છે. હું સાથે બાંધી જવાની છું? “બધું મારા તારીયાનું છે, જેને અંગે બે આનાની દવા નથી આપતી ને બોલવામાં મારા તારીયાનું છે તેને અર્થશે ગણ? અહીં ધરમમાં છાંટો આવતો નથી, ધરમ જ સારો કહ્યા કરે પણ એક સામાયિક પણ કરતો નથી, તો કહેવાનું કે બેઆના ખરચવાના નથી, તેમ આપણે એકેએક સમજીએ છીએ કે મેળવેલું મેલી જવાના છીએ, પણ કંજુસબાઈ જીવતી રહે ત્યાં સુધી જાગતિ રહે, તેમ આપણે પણ જાણીએ છીએ કે, મેળવેલું બધુ મેલવાનું છે પણ બાઈ જે ન લઈ જવાય તેથી મેલી દે છે, નહિંતર તારીયા માટે મેલી જાય છે? તેથી મેળવેલું મેલીએ છીએ. તે લઈ જવાનો ઉપાય નથી. ખરેખર હજુ શોધની ખામી છે. કઈ? અહીંથી ડલે લઈ ઉપડી જઈ શકાતું નથી. જે ડલ્લો લઈ જવાતો હોય તે ? હજુ દુનીયાનું નશીબ છે. જે આ મેળવેલું માલિકી સાથે લઈ જવાતું હોય તો કાલે પરણ્યા છે તેનું પલ્લું પણ રહેવા ન દેત. તારા મારા ભાગના છે એમ કહી દેત, પણ કરે શું ? કે માલ સાથે લઈ જવાતો નથી, પરાણે મેલવું જ પડે છે, હસતો મેલતો જ નથી. હસતો મૂકે તો પેલા રૂએ, મેલે ત્યારે રોતો રોતો. “આશા નથી ” કહે તે વખતે સાંભળનારને શું થાય છે? ત્યાં છાતી, વચન તપાસે, છતાં મુકેલ છે કે ન હો પણ દુનીયાદારીને અંગે કહી શકીએ કે પેટમાં પડેલાને જણ્યા છૂટકે. રૂવો કે હસો, મેળવેલું મેલવું જ પડે, તેને અંગે હજ ઉદારતા થતી નથી. ત્યારે એમ જ કહે કે, તારીયાની મા જ આપણે છીએ, કહેતી હતી કે હું બધી જવાની નથી, આપણે બાંધી જવાના નથી, છતાં પાંચ રૂપિયા જાય તે વખતે જે આત્મામાં અસર થાય તેની નેંધ લે અને હમેશાં સામાયિક કરતા હો, એક દિવસ ન થાય તેની નોંધ લઈ સરખાવટ કરે, તો પિસહ-પ્ર પ્રતિકમણ–પૂજાની કિંમત પાંચ રૂપિયા જેટલી નથી, તે તમારા મોઢે નકકી થયું, પાંચ રૂપિયાના નુકશાનમાં અસર થાય તે ઘરના નુકશાનમાં કેટલી અસર થઈ હજુ ધર્મ અને રત્ન બેની સરખાવટને વખત નથી આવ્યો. ધર્મ જ રત્ન એ બુદ્ધિ કયારે આવે? - ધર્મરત્ન એ બુદ્ધિ તો બહુ જ લાંબી છે અને જ્યાં સુધી એ બુદ્ધિ ન આવે ત્યાં સુધી દિવાળીના સ્વપ્નવાળા છીએ. દીવાળી કલ્પમાં રાજાને સ્વપ્ન આવ્યું કે, જુની હાથીશાળા પડી ગઈ