________________
૪૨૮
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી આંક ફરકના આંકડા રમવા જાય. બેકારી ગણતા હો તો આંબેલ ખાતા ખુલા છે, મોટા શહેરમાં આવેલખાતા ખુલ્લા છે, આંબેલ કરનારની સંખ્યા કઈ વધી? એ તો બેકારીના નામે ધમિકોને ધૂતવા છે, ફેશનવાલાને મોટરો છોડવી નથી, બેકારીની બૂમે મારનારાને કહીએ કે તમે અબેલ કેટલા કરો છો ? રોજગારમાં મજૂરી મેંઘી છે, પહેલાં રોજગારી બબે આના મળતા તે જગ પર, સુથાર, લુહાર, સેની, હજામ મેંઘા છે, વિચારો બેકારીને નોતરવી છે, ગીરધર છોટાલાલ ભાઈએ કહ્યું હતું કે, દશ જગા કારકુનની હોય, એક કારકુનની જગા ખાલી હોય તો એક અરજી આવે, જ્યારે મજુર હોય, મજુરને શેઠ વઢવા જાય તો થે રહ્યું. જા. ઉંચી ડોકે જાય, કારકુન ઘેર બેઠે તો દેઢ વરસે ઠેકાણું ન પડે, મજુર ચોથે દહાડે ઘેર ન રહે. સાહ્યબી જોઈએ તે નથી,
મૂળ વાતમાં આવે. અહીં છે કે પાંચમાં પંચાત હોય તો રોતું બોલશે, તેમાં પંચાત ન હોય તો રાજી. જેમ હિતૈષીપણે જણાવ્યું કે “પારકું માર્યું ને હાથનું બાળ્યું ” તપાસીએ તો હાથનું બાળ્યું તે સારૂ નીકળે છે, માટે તારી સિલક તપાસ. તું છક્કા પંચામાં આનંદ માને છે, તે સિલક ઉપર માને છે પણ તે સિલક સડે છે તે જે.
જ્યારે આ જીવ જેવા લાગે તે વખતે ૧૮-૨૦ ની ઉમર થઈ ગઈ હોય, છત્રીસહજારમાંથી સાડાસાતહજાર તો ગયા, ગયા દહાડા આવવાના નથી, લેનારાના નામ નિશાન નથી. તેથી જ્યાં પચાસની ઉંમર આજકાલ થઈ ગઈ એટલે પરવર્યા, અભ્યાસ કરે. આ દિવસ ગેખે તો પણ ચડતું નથી, જાત્રા કરો તો ઉમરે ચઢતાં
શ્વાસ ચડે પછી શું થાય? ૫૦ પછીના વરસો શાહુકારીના. ખરી જિંદગી ભેગવવાની, પણ ન થાય વિનય-વૈયાવચ્ચ-જ્ઞાન-ધ્યાન કે ન થાય તપસ્યા, એમાં ધાડ ન મરાય. ઘરડે બળદ ચીલે ચાલે જાય, પણ આગળ મોખરે ન ચાલે, જતાની પાછળ જાય, પચાસ વરસ પછી ઘાડ નહીં મારે. ચીલે ચાલશે પણ પચ સ પછીના બધા વર્ષો નકામા, હવે વચમાં ત્રીસ રહ્યા, વીસની પચાસની વચ્ચેના ત્રીસ રહ્યા, એક દહાડે જાય તો બીજે દહાડે આવે, બે દહાડા ભેગા આવવાના નથી, એક રૂપિઆનું ખરચ કરે તો એક રૂપીઓ ઉઘરાણીમાં આવે, આવી સ્થિતિમાં નીરાંતે સેડ તાણે સૂતા છીએ.