________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી જુદી અસર થાય છે. નવે તવેની શ્રદ્ધા કરવાવાળા હોય તેથી જે પાપ પરિહારની ઈચ્છા થાય, તે કરતાં જાતિસ્મરણથી જે પાપ પરિહારની ઈચ્છા થાય તે જદી જ છે. માણસ આપત્તિ વખતે અરિહંત કરે છે, સંપત્તિમાં અરિહંત કઈ બોલતું નથી, સંપત્તિ આવે ત્યારે સેનાર યાદ કરે. આ જગતની સ્થિતિને અંગે વિચાર કર્યો કે આ કહી નાખે છે. આપણે પણ ભગવેલું ભૂલી જઈએ છીએ. આપણે જે પાપનાં ફળ ભોગવ્યા હશે તેને અત્યારે ખ્યાલ પણ આવતું નથી. વગર ઈચ્છાએ, વગર ધારણાએ આ મનુષ્યપણું મળી ગયું. રાજકુંવરને રાજ્યનું સ્વરૂપ તેની ધારણમાં ન હોય છતાં મળેલા રાજ્યને સમજ્યા પછી મટ્ટી મળવા ન દે. રાજ્ય કેમ મળે, કેટલી મુશ્કેલીથી મળે તે કંઈ ન હોય પણ મોટો થાય ત્યારે રક્ષણ કરે, મદ્દી ન મેળવે, તેમ આપણે મનુષ્યભવની મુશ્કેલી સ્વરૂપ જાણતા ન હતા, છતાં મનુષ્યપણું મળ્યું. સમજુ રાજકુંવર એમ ધારણ રાખતા નથી કે મેં રાજ્ય મેળવવા ક્યારે મહેનત કરી હતી? તે ધારણા રાખતા નથી તો આપણને અનંતભવોએ દુર્લભ એવું મનુષ્યપણુ મળી ગયું. એવા મનુષ્યપણાને મટ્ટીમાં કયાં મેળવે છે? આથી શું મેળવે છે તે કહો. કુમાર ૩૬ હજારના વેપાર :
મનુષ્યપણામાં આપણી દશા એ છે કે શેઠનો પુત્ર છત્રીસ હઝાર રૂપીઆ લેઈ દેશાંતર ગ. મુનિમ રાખે. તે વ્યવહાર ચલાવ્યા કરે છે, તેના ગામનો એક માણસ આવ્યા. કુંવર સાહેબ શું કરે છે? મોજ, દુનિયામાં કહેવાય છે કે, પારકાએ સમાયું તે કરતાં હાથનું બનાવ્યું સારૂં. સાહેબ ચોપડો તપાસે. ચોપડામાં સાત-આઠ હજાર મરી ગયા છે, જેનું કઈ નથી તેવાને ધર્યા છે. પંદરસોલ હજાર એવાને આપ્યા છે કે સહી કરી જાય પણ પૈસા પાછા આપવાના નથી. દસ બાર હઝાર બરોબર શાહુકારમાં, સાંકળ ખખડાવે તો તરત રૂપીઆ મળે, પણ કેવાને ધીર્યા છે કે ૧ રૂપીઓ સાણંદમાં ૧ ઝખવાડે ૧ વિરમગામ ધર્યો છે. ૧ મેસાણ ૧ ધણુંજ ૧ લિંચ, છે શાહુકાર. તરત આપે પણ ધર્યો છે એવી જગે પર કે ૧ રૂપીઓ ખર તો ૧ મેળવો. કુંવરને સિલક–બેલેન્સમાં શું? તેમ આ જીવ પોતે આગલા ભવથી વધારેમાં વધારે છત્રીસ હજાર દીવસનું આયુષ્ય લઈ આવ્યું છે. તે છત્રીસ હઝારની પંચાત એને નથી. કુંવર મોજ-શેખમાં