________________
૩૯૧
પ્રવચન ૪૨ મું તત્વ જ એ છે કે, સમાજમમરા–જન્મ–જરા-મરણથી પીડાએલું, અશરણુ નિરાધાર જગત છે તેથી જ દેશનાની પ્રવૃત્તિ છે. તેમ દેવાએલી દેશના કર્મક્ષયના કારણોનો અમલ ન કરાવે તો તે દેશના સંકેચવી પડે તેમાં નવાઈ શી? જ્યાં ઉદ્ધાર ન હોય ત્યાં ન દેવાય તે સ્વાભાવિક હતું. અહીં ઓછી, બીજે વધારે દેશના દેવાઈ, તેનું રૂપક ગોશાળે શી રીતે ચીતર્યું? તેમને જ્ઞાન-સમ્યકત્વ પહેલા ભાવથી છે, શ્રુતજ્ઞાન દરેક તીર્થકરને હોય છે, છતાં તેઓ દેશના કેમ નથી દેતા ? છસ્પણામાં જે દેશના દેવાય તો પિતે સર્વજ્ઞ નથી, જીવાદિક તોનું કથન કોની પ્રમાણિતા ઉપર કરવું ? પોતે તો સર્વજ્ઞ થયા નથી. શ્રુતજ્ઞાનની પ્રણાણિકતા ઉપર કરવા જાય તે, આગલા ભવનું, આગલી વીશીનું શ્રુતજ્ઞાન હોય, તે જ જ્યારે કેવલજ્ઞાન થાય ત્યારે પલટાવવું પડે. હું સ્વયં જ્ઞાનથી દેખીને આમ કહું છું. એમ આત્માનુભવથી કહેવાનું. તે કેવળજ્ઞાન સિવાય બને જ નહિ. કેવલજ્ઞાનથી પદાર્થો જાણીને પછી પ્રજ્ઞાપના-નિરૂપણ કરવા લાયકનું નિરૂપણ પોતે કરે છે. સ્વાનુભવપૂર્વકનું કથન, કેવળી સિવાય બની શકે નહિ. સ્વતંત્રપણે અર્થનું કથન ન બને ત્યાં સૂત્રે પહેલાના કહે પણ પદાર્થનું કથન સ્વતંત્ર બની શકે નહિ. કૈવલ્ય સિવાય કેવળજ્ઞાન થયા વગર તેના વચન છલીને રીપોર્ટર તરીકે ગણધર મહારાજ ગૂંથે છે. તેમની હાજરી કેવલી વિના હોતી નથી. રીપેર્ટર ન હોય તે પોતાના ભાષણને વક્તાએ થોભાવવું પડે, સૂત્રની રચના કરનાર, ગણધર નામકર્મવાળા ગણધર તીર્થકર નામકર્મના ઉદય વખતે પ્રતિબોધ પામનારા ગણધર હાજર ન હોય તે નિરૂપણ નકામું થાય, તેથી નકામાં પ્રયત્નમાં ન ઉતરે તે સ્વાભાવિક છે, આમ અનેક કારણે હતા ને છે.
તીર્થંકર પુણ્યને પ્રતિઘાત કેમ કરતા નથી ?
તેવી જ રીતે તેમના અતિશયો અને પ્રાતિહાર્યોમાં ઉત્કૃષ્ટતમ પુન્ય પ્રકૃતિના ઉદયને લીધે તે કરવાની દેવતાને જરૂર પડે છે. તેમ કરવા તીર્થરે દેવતાને કહેતા નથી. સજજન બીજાને માન આપવાનું કહેતો નથી, પણ સજજનને માન આપ્યા વગર સજજનો રહેતા નથી. એમ તીર્થંકર નામકર્મના ઉદયને લીધે દેવતાઓ અશોકાદિ પ્રતિહાર્ય અતિશ કરવા તૈયાર થાય છે. જે એમને બાહ્ય પુદ્ગલો; બાહ્ય