________________
૩૯૬
આગદ્ધારક પ્રવચન શ્રેણી ભાવ! સામાન્ય નિયમ છે કે, કસ્તુરીને વેપાર કરીએ તે લાભ નહીં મળે તે છેવટે સુગંધ તે જવાની નથી, તેમ ઝવેરાતને વેપાર કર્યો, પૈસા ન કમાયા, પણ અપૂર્વ કળા તે હાથ આવી. ત્રીશ દહાડાની નોકરી ન કરીશ. તમે ધર્મના રસ્તામાં જોડાવ, ખાસડા લુગડા તારા બગાડીશ તેનું કઈક સાર્થક થશે, અનર્થ હરણ કરનાર ધર્મ, ખાસડા નકામા નહીં જવા દે, ધર્મ અનર્થ હરણ કરનાર છે, તેથી બીજા ભવમાં અનર્થ નહીં આવવા દે, તે બંદોબસ્ત કરનાર ધર્મરત્ન છે, આ મેંઘેરે માલ મેંમાં આપે છે ત્યાં મેં કેમ મરડે છે? આ સર્વ અનર્થ હરણ કરનાર ધર્મરત્ન હાથમાં આવવું ઘણું મુશ્કેલ છે. રત્ન વસાવનારા, તારા નસીબમાં મલ્યા છે, તે વખતે ઊંધ્યા કરે તે શું વળે? તથતિ સાથ, એ મનુષ્યપણામાં પણ અનર્થને હરણ કરનાર ધર્મરત્ન મળવું તે ઘણું દુર્લભ છે. તે ધર્મરત્ન શાથી મળી શકે ? તે કે ૨૧ ગુણે પ્રથમ આવવા જોઈએ, તેમાં પ્રથમ અક્ષુદ્રગુણ તે કેવા સ્વરૂપને છે તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૪૩ મું સંવત. ૧૯૬૦ શ્રાવણ વદી ૬ મહેસાણા શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ રચતા જણાવી ગયા કે આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. તેમાં મનુષ્યભવ પ્રાપ્ત થ ઘણું મુશ્કેલ હતું. ઉપાય કરવા વાળા જરૂર સિદ્ધિ પામી શકે પણ ઉપાયમાં પ્રવર્તે કેશુ? સામાન્ય રીતે કહીએ છીએ કે પ્રથમ જ્ઞાન પછી જ પ્રવૃત્તિ. આ સિદ્ધાંત સાચો હોય તો જગતમાં કઈને મનુષ્યપણું મળે જ નહીં, એવી રીતે આ વાક્યને અર્થ સમજી . જ્ઞાન વગર કિયા હોય જ નહિં, આ કબૂલાત કરી તે પછી ૧-૨-૩-૪ ઇન્દ્રિવાળા, અસંજ્ઞી પંચેન્દ્રિયોને મનુષ્યપણાનું જ્ઞાન કેમ મળે, કર્મો કેમ બાંધવા તે જ્ઞાન નથી, તે તેમને મનુષ્ય પણું; કેમ મળ્યું ? તમારે સિદ્ધાંત એ છે કે, જ્ઞાન વગર કિયા હેય જ નહિં, અસયતની જે ગતિઓ તે મનુષ્ય પણના જ્ઞાન સિવાયની છે, મનુષ્યપણના કારણભૂત કર્મ કેમ મેળવવા તેના જ્ઞાન સિવાયના છે, તે તેઓ તેમાં