________________
પ્રવચન ૪૫ મું
૪૧૯ મુશ્કેલીથી મળનારૂ મનુષ્યપણુ મળી ગયું. શૂરા સરદારના હાથમાં શમશેર આવી ગઈ પણ પોતાનું બઝાવવાનું કાર્ય ન બઝાવે તે કહે કે શમશેર નથી પણ લેઢાને ખીલે છે, કાંતે શ્રી સરદાર નથી. તેમ આ જીવ અનંત શકિતનો ધણી, શ્રી સરદાર, તેના હાથમાં આ ધર્મ શમશેર આવી છતાં કર્મના ઘેદા–માર ખાય, મિથ્યાત્વનો હુકલા, અવિરતિનો ઉપદ્રવ, કષાયનો કેર સહન કર્યા કરે, તો શુ નથી, કાં તો તે શમશેર નથી. શત્રુનો એક તિરસ્કાર શૂરો ન ખમી શકે, આ જીવ મનુષ્યપણામાં આવ્યો, તે મળવાની સાથે તેમાં શરો સાધન વગર શૌય સમજી ન શકે. તેમ મનુષ્યપણામાં અનંત વીર્યવાળ છતાં, સાધન ન મળ્યું હોય તો? સાધનહીન મેટા જનરલ કેદમાં પડે, ત્યાં કોઈ પણ ચાલતું નથી. દુનિયામાં કહેવાય છે કે “કયા કરે નર બંકડા કે થેલીકા માં સંકડા. તેમ શૂરો સાધન વગર કાર્ય ન કરી શકે. પણ અહીં તો મનુષ્યપણામાં આવ્યું છે. ઢેર ઢાંખર કે પશુ નથી, તેથી શૂરા સરદાર તરીકે ઉંચી સ્થિતિમાં આવ્યું છે, શમશેર આવ્યા છતાં શત્રુનું સહન કરવું તે શૂરાને શોભતું નથી. ધર્મ સાધનથી સંપન્ન થયા તેવા વખતમાં મિથ્યાત્વને હલે, અવિરતિનું અંધારૂં, કષાયને કેર ચલાવી લઈએ તે કેવું ગણાય ? આત્માના અખિલ ગુણોને ઉજજડ કરનાર આ મિથ્યાત્વાદિક તેને પરાભવ શૂરો કેમ સહન કરી શકે ! “તરવાર બા ! તારા બાપને ઘેર જે કરતી હોય તે કર”—એમ અહીં આપણને પ્રાપ્ત થએલું ધર્મરત્ન તેનો ઉપગ કરીએ તો અવ્યાબાધ પદવી મેળવી દે, પણ ઉપયોગ ન કરીએ તો શી રીતે પ્રાપ્ત કરાવી દે? ધર્મરત્ન ઉપયોગમાં લેવું ઘણું મુશ્કેલ છે. મોહરાજાની લડાઈનું સ્થાન :
અનાદિની મિથ્યાત્વની ગાંઠ વિંધે, તે વખતે વાસ્તવિક ધર્મ આવ્યું ગણાય. અનાદિની ગાંઠ હોય તે અમને કેમ માલમ પડતી નથી? પણ તારા પેટમાં ગાંડ થઈ હોય તો તેને માલમ પડે છે? જેમાં તે વ્યાપીને રહ્યો છે તે માલમ પડતી નથી તે અરૂપી આત્મામાં ગાંઠ અમને દેખાતી નથી એ શું જોઈને કહે છે ? અજ્ઞાન, સમકિત, મિથ્યાત્વ આત્મામાં રહેલા માલુમ પડતા નથી. આંધળાને થએલા અનેક વ્યાધિ વેદે ખરો પણ જાણે નહિં, જેમ આંધળે અનેક વ્યાધિવાળ