________________
૪૨૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી તેને શ્રેયઃ ગણે. વિચારે કેટલી મુશ્કેલી? ઈષ્ટ વિષયે કર્મબંધના હથિયાર અને અનિષ્ટ વિષયે કર્મનિર્જરાના સાધન ગણવા એ સાંભળ્યું કેમ જાય? જે વસ્તુને પાંચ-દસ વરસનો અનુભવ તેની વિરૂધ સાંભળી ન શકીએ, પણ જે અનાદિને અનુભવ તે વિરૂધ્ધ ગુરુ સંભળાવે તે કેમ સંભલાય ? કહે કે અક્ષદ્રતા આવી. જે અહીં ગંભીરતાની ખામી હૈય, તુચ્છતા હોય તો તરત ઉઠી જાય, ભલે હું અનાદિથી ઈષ્ટ માનું છું, તો પણ સાંભળવા દે. આટલી પણ ખામોશ હોય તે સાંભળી શકે, આટલી ખામોશ ન હોય તેને સાંભળવાને વખત ન આવે, તેમ દરેક ચીજમાં આવે, તમે માબાપ માટે મરી પડે. યુધમાં જાવ, જંગલમાં ભટકે, કેટલે પ્યાર હે જોઈએ, આટલા બધા વહાલા, અનુભવથી પ્યારનું પાત્ર, તેને અહીં દુર્ગતિમાં લઈ જનાર તેમ અહીં શી રીતે સાંભળ્યું જાય? એક જ મુદ્દાથી, કંઈક ખામોશ હોય, એ શા મુદ્દાએ કહે છે તે સાંભળવા તે દે. તે જ અક્ષુદ્રતા, મે પ્રાણ અર્થનું અનર્થપણું કયારે સંભળાય?
તમે તમારા પ્રાણ કરતાં પ્યારે પૈસે એ પ્રથમ પ્રાણ. દસપ્રાણને ભેગ પ્રથમ પૈસા માટે આપે છે. વિશલાખના આસામીને કેન્સર થયું છે, વીલાયત જઈ પાંચહજાર કયાં ખરચું? બે વરસ પછી મરવું જ છે ને ? ૧૧મ પ્રાણ ધન. તે ચીજને અંગે જગતમાં અનર્થની જડ પૈસે છે એ કેમ સાંભળ્યું જાય, રથો ૩છળ મૂઈ. દુર્ગતિને ડકે, અનર્થનું મૂળ અર્થ, તે શી રીતે સંભળાય? તે વમનારા મહાત્મા, અર્થ રાખનારા અધમ, તેને છોડવામાં સદૃગતિ, રાખવામાં દુર્ગતિને ડંકે. આ કેમ સાંભળ્યું જાય ? કહે હૃદયમાં કેટલી ખામોશ હોય ? કેટલે બીજાના વિચાર વચનને સાંભવા પતે તૈયાર હોય, અનુભવ વર્તનથી વલ્લભતાથી વિરૂધ વિચારો કાને સાંભળવા કેમ બને ? ચાહે જે વિચારભેદ હોય તો પણ બીજાને વિચાર સાંભળી વિનિમય કરે, વિચારશૂન્ય વિચાર વિનિમય કરવા તૈયાર હોતો નથી, આ તે આખું ઉથલાવનાર, ઉપાશ્રયના પગથીઆની બહાર જેટલી તમારી રમત તે બધી અહીં ઉથલાવવાની, પિતાના વિચાર પર કાબુ ન હોય, તેવા વિચાર સાંભળી શકાય નહીં. સાંભળવા પૂરતી અક્ષુદ્રતા તમારામાં આવી છે, લગીર આગળ વધીએ. સર્વ પદાર્થ કરતાં જીવને ટકાવનારી