________________
૪૨૧
પ્રવચન ૪૫ મું ઈષ્ટને અનિષ્ટ અનિષ્ટને ઈન્ટ ગણવા–આજ ગ્રંથભેદ :
અહીં સ્પર્શ, ચક્ષુ, શ્રેત્ર, ઘાણ, જીભ પાંચ ઈંદ્રિનાં સારા વિષચોને સુખ ગણવું, આ મેહની સરહદ. ધર્મની સરહદ એ કે પાચેને ઝેર ગણવાં. આમાં શી રીતે જીત મેળવવી. અવળચંડે આત્મા કહ્યા વગર શ્રોત્રની સુંદરતા તરફ ધસી જાય, તેમ રસનાદિની સુંદરતા તરફ ધસારો, મૂળમાં દેડનાર ને તેને ઢાળ મળે તે પોતે ઉભો રહેવા માગે તો ઉભું ન રહી શકે. તેવી રીતે મૂળમાં પિતે પાંચે ઈન્દ્રિાના વિષયોમાં તલાલીન થયો છે અને મેહે હથીયાર બનાવ્યું, પછી શું બાકી રહે? અહીં જે ધર્મરત્નને અંગે કહ્યું તે ધર્મરતન કયાં આવે? અક્ષુદ્રતા આદિ ર૧ ગુણે હોય ત્યાં ધર્મરત્ન આવે, જ્યાં સ્પર્ધાદિના વિષયે માટે ભમી રહ્યો છે તેને ખરાબ માનવા કઈ બુદ્ધિ તૈિયાર થાય? અહિં તુચ્છતા ન હોય તો તે બુદ્ધિ આવી શકે. કેટલી ગંભીરતા હોવી જોઈએ ? આવા વિષયેને અનિષ્ટો ધારવા તેને ઉથલે મારે, શ્રવણ થવું મુશ્કેલ છે. અમાવસ્યાની અંધારી મધ્યરાત્રિ હોય, વરસાદ આવ્યો હોય, તારા ઢંકાઈ ગયા હોય, તે વખતે સૂર્યની કલપના કરવી હોય તો કેટલી મુશ્કેલ પડે છે. તો પછી અહીં જે અનાદિથી વિષને અંગે રાગ-વ્યાહ થએલે, જિંદગી ખતરો કરેલી એવી જિંદગીમાં વિષયોનું અનિષ્ટપણું સાંભળવા કોણ તૈયાર રહે? ગંભીરતા ન હોય તે વહાલામાં વહાલા ગણાએલા, જેને માટે જિંદગીની જહેમત ઉઠાવેલી તે અનિષ્ટ છે, એટલું સાંભળવું, હજુ ધારવું તે માટે ઉદ્યમ કરે દૂર રહ્યો પણ માત્ર સાંભળવું કે વિષયે અનિષ્ટ છે, તે ગંભીરતા કેટલી છે. ઝવેરીના હીરાને કોચ તરીકે સાંભળો શલ્ય લાગે, તેમ અનાદિથી લાગેલા ઈષ્ટ વિષને અનિષ્ટ વિષયે સાંભળવા, એટલું જ નહીં પણ ઝવેરી કાચ માને છે, તેને હીરો કહે છે કેમ સંભળાય ? બીજો ઉપાય ન રહે તે કાને હાથ દે. તેમ આ જીવને વિષયે હલાહલ ગણવા અને અનિષ્ટ લાગેલા વિષ, પ્રતિકૂળ વિષને નિર્જરાના સાધન ગણું દોસ્ત ગણવા, તેમાં કલ્યાણ શી રીતે સાંભળી શકાય ? અનાદિના ઈષ્ટ ગણાએલાને અનિષ્ટ અને અનિષ્ટને ઈષ્ટ વિષયે ગણે, આ બે વસ્તુ કારમાં ખંજર જેમ હદયમાં ભેંકાય, તે સાંભળતાં સ્તબ્ધ થાય, આ જ ગાંઠ, વિષનું ઈષ્ટપણું સરા, અનાદિકાળથી વિષમાં વહી રહ્યા છીએ તેથી અટકે અને સ્વપ્નમાં જે વિષયે ખરાબ લાગતા હતા