________________
४०८
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી થયું તે પહેલાં, જગત કર્મથી બંધાએલું છે તે જાણતા હતા ન જાણતા હોય તે સમકિત નથી. તો જાણતા હતા ને સમકિત હતું તે તે વખત ભાવદયા કેમ ન આવી ? તીર્થકર મહારાજને તીર્થનું નિરૂપણ કેવળજ્ઞાન થયા પહેલાં ન હોય, સર્વ પદાર્થ જાણ્યા વગર તીર્થકર દેશના દેતા નથી, ચાહે તેમ પ્રથમ પિતાનું કરી લીધું. તરીને તારનાર થયા. ઉપદેશનો અધિકાર કોન ?
સાધુઓએ પણ એ રાખ્યું કે સ્વયં પરિહાર, અરે તમે લબાડ ન બનશે. પોતે કરે નહીં, ને બીજાને કહેવા જાય તે લબાડ કહેવાય” તમે કહો છો ને “ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ દે.” પતે સાવધને ત્યાગ કરે નહીં અને બીજાને સાવદ્ય ત્યાગનો ઉપદેશ કરે તો શું થાય? તેથી સાધુને ઉપદેશ દેવાનો હક કયારે ? શાસ્ત્રકારે નિયમ કર્યો કે, ધર્મ એ ઉત્પન્ન કેણે કર્યો? આદિમાં પહેલવહેલે ધર્મ તીર્થંકર મહારાજાએ કહ્યો હતો, છતાં શહેનશાહને ઢઢરે લગેટીયે ન વાંચે, શહેરને શેરીફ, શહેરને નગરશેઠ
ઢેર સંભળાવે, તેમ અહીં જિનેશ્વર મહારાજનો ઢંઢેરો, ધર્મ એટલે જિનેશ્વર મહારાજને ઢઢેરો, પણ ઢંઢેરાને લખે કે શું વાંચે? જ્ઞાન અને ક્રિયા પણ જોઈએ, એકલા જ્ઞાનવાળો એવી સ્થિતિમાં આવે કે સબુરીબાઈના બહોંતર કીલા સબુરીમાં જાય, રાણીને રાજય મળ્યું છે, ચરપુરુષોએ આવી કહ્યું કે, પાડોશીને રાજ્ય યુદ્ધની તૈયારી કરે છે, હાં સુણા, જાણ લીયા, લશ્કર એકઠું થયું, ખબર લાગે, તેને જાણ લીયા કહ્યું, વાકેફ કીયા, અચ્છા કીયા, લકર ચાલ્યુ-એમ ખબર આવી, સુણ લીયા, અરે એને સીમાડે ઓળંગી નીકળવા માંડયું. તે સૈન્ય તમારા સીમાડામાં પિઠું, સુણ લીયા, અરે તમારા શહેર ઉપર હલ્લો કરી કબજે કર્યો, જાણ લીયા, અરે દેશના મધ્ય ભાગમાં આવ્યું. સચ્ચી બાત, શહેર નજીક આવ્યું. ઠીક ! આવી રીતે દેખતે હૈ, જાણ લીયા, ઠીક હૈ, કહ્યા ગઈ. સમીરબાઈને જીવ, મોજ-મઝામાં જકડાઈ રહ્યો ને બહોતેર કીલ્લા પાડોશી રાજ્ય લઈ લીધા. તેમ કમ આમ બંધાય છે તે જાણ્યું, હિંસાદિકથી નરકનાં ખાતાં બંધાય છે તે જાણ્યું, અરે તેથી દુર્ગતિ ભોગવવી પડશે જાણ્યું, તેમ જૈનશાસન એકલા જ્ઞાનમાટે એક ડગલું પણ કહેતું નથી,