________________
૩૯૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણું सुषमातो दुःषमायां तु कृपाफलवती तव । मरुतो मरुभूमौ हि श्लाघ्या कल्पतरुस्थितिः ॥२॥
હે ભગવન ! સુષમા કાળ જગત પર મહેરબાની કરતો હતો, પણ મારે તેમાં કાંઈ ન વળ્યું, મોટું શહેર હોય અને વસ્તીની ખબર લેનાર કઈ ન હોય તે શા કામનું? તેવા શહેર કરતાં ગામડું સારું, અમદાવાદ મોટું શહેર પણ કોઈ ભક્ત ન મ પણ કોચરબમાં મલ્યા. થે ત્રીજે આરે રતન વરસાવતું હતું, પણ તેમાં મારું કાંઈ ન વળ્યું હતું, ચોથા-ત્રીજા આરાના પુષ્પરાવર્ત જીમૂત રસ સ્નેહવર્ધક વરસાદ ચાહે તેવા સારા હતા, તે કરતાં દૂષમકાળમાં પર્જન્ય વરસાદ બસ છે, કે જેના પ્રતાપે મારું જીવન નભે છે. મારે તે આ પાંચમ આરે જ ઉપયોગી છે. ખૂદ તીર્થકર–કેવળીની હૈયાતીને કાળ મારે મન બાર વરસી દુકાળ હતો. હે ભગવાન ! સુષમ કાળમાં ચાહે જેટલી તારી કૃપા વરસી પણ મારે તે દુઃષમા કાળમાં તારી કૃપાનું ફળ થયું, સૂર્યના તેજે કમળ વિકસે, તેવાને સૂર્યના વિમાનની નિકટતા નકામી છે. મંદીઆંખવાળા હોય તે સૂર્યના તેજમાં અંધ થાય, તેની આંખને છાયાનું મંદ તેજ વંચાવનારું, તેમ અહીં આ જીવની લાયકાતની ખામીને અંગે ચોથા આરાના સૂર્યને ઝળહળાટ કામને ન થયા. આ શાસનની છાયા દુષમકાળમાં કામ કરનારી થઈ, દુષમકાળમાં તમારી દયા મારે ફળવાળી થઈ, શહેરના સેંકડો શાહુકાર કરતાં ગામડાને એક ખાનદાન જગતમાં ડંકો વગડાવે. તેમ અરે ત્રીજા ચોથા-આરામાં તમે નહીં તે તમારા ભાઈ મળત, તીર્થંકર નહીં તે શહેરના શાહુકાર જેવા, બીજા કેવળી, પૂર્વધર વિગેરે મળતું. જ્યારે અત્યારે તમારું શાસન ગામડાને શાહુકાર, તેમ અહીં મેરુ પર્વત ઉપર કલ્પવૃક્ષના વન છે, ત્યાં એક કલ્પવૃક્ષ હોય તે એ શું અને ન હોય તોયે શું. પણ મારવાડમાં એક કલ્પવૃક્ષ હોય તેને કે જે વાગે તે
કે મેરુ ઉપર નહીં વાગે. તેમ જ્યારે પૂર્વઘરે, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની હતા ત્યારે તમારી હૈયાતી એટલે કે વગાડનાર પણ જ્યાં શ્રદ્ધાની શૂન્યતા છે, એવા વખતમાં તમારા શાસનરૂપી કલપવૃક્ષની જે હૈયાતી છે, તે દુષમકાળમાં જબરજસ્ત છે. જ્યાં હજારે સિદ્ધિ પામતા હતા તેમાં નવાઈ નથી પણ અત્યારે ધરમ પામે તે ઘણું મુશ્કેલ છે. તેવા વખતમાં તમારા વચનની