________________
પ્રવચન ૪૨ મું
૩૯૩ કેવલીપણામાં પણ આધાકમીનો ઉપગ અંગત હોવાથી તેને પરિહાર છે, તેમ અહીં પણ વંદન, નમસ્કારને અંગે, આરંભ, સમારંભ, આડંબર સાધુને, આચાર્યાદિને નિષેધે નથી. સામયું પણ તમારે નિષેધવું જોઈએ. જે પિતાને કર્મબંધના કારણ નથી, બીજાને ધર્મનું કારણ છે, તે સાધુને નિષેધવા લાયક નથી. કલિકાળમાં ક૯૫વૃક્ષ
કાણો ઘડો ક્ષીર સમુદ્રમાં જાય તે પણ ખાલી આવે, તેમ આ ભવમાં મળેલા ધર્મને ઉપગ નહીં કરે તો કાણી ઘડા માફક રહેવાનો, પછી તીર્થકરને સંવેગ મળે તે પણ કંઈ કામ નહીં આવે. જેટલી ધર્મની શક્તિ પ્રાપ્ત થઈ છે, જેટલી સાધન સાધન સામગ્રી મળી છે, તે બધાનો સદુપયોગ કરો તે આગળ કુળદેનાર થશે. અહીં મેળવેલી શકિતને ઉપગ નહીં કરો તો, જે ધર્મની સ્થિતિ સંયોગ શક્તિ આપણને પ્રાપ્ત થઈ છે, તે ન કરે તે ? તેને અમલમાં મેલતા નથી અને અનાગતની–ભવિષ્યની પ્રાર્થના કરે છે, કેવળી મળે ત્યારે આમ કરીશું. આમ તમે વગર માલે વાયદામાં વહી જનારાં છે. તારા હાથમાં માલ ક્યાં છે ? મનુષ્યપણાને માલ તારા કબજાની ચીજ નથી, તે આર્યક્ષેત્ર, ઉત્તમ કૂળજાતિ, દીર્ઘ આયુષ્ય બધું કયાં? આ બધું હાથમાં નથી તે ગળે વાયદા શાને ઓઢે છે? જે માલ કરતાં વધારે વાયદો તે જુગાર. તે માલનું મેં દેખવાનું નથી ત્યાં વાયદો કરે તો શું વળે? મારવાડીમાં કહેવાય છે કે, બાપ મરે બમણું દઈશું, પણ અહીં શું થાય? આ મનુષ્ય માનના માંકડા એ શાસ્ત્રકાર જાણે છે, આ વચન વાંદરાને વીંછી કરડાવવા જેવું છે, પાડોશી પતિત હોય તે છેવટે ચણું પણ ફેકે, બીજાના છાપરા ઉપર નાખે તો વાંદરા નળિયા ઉખેડી નાંખે, માંકડાને બહેકાવે, તેમ અહીં આ જીવ મનુષ્યપણામાં આવ્યું ત્યાં માંકડો થયે, મનુષ્યમાં માન વધારે, માનને માંકડો હતું, તેમાં ચણા વેર્યા તો આપણું છાપરું ઉકેલી નાખે. મને અપૂર્વ ચીજ મલી છે, અપૂર્વ ચીજને ખ્યાલ શા માટે કરાવે છે? વાયદામાં વહી જશે. કેવળી પૂર્વધરો મલશે તે આમ કરીશું તે વાત ભૂલેચુકે ન કરશો! આ
ખ્યાલમાં આવશે ત્યારે હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે, મારે તો પૂર્વધર, કેવળી, તીર્થકરના કાળ કરતાં, આ કાળ જ સારો છે. તે માટે કહ્યું કે--