________________
૩૯૭
પ્રવચન ૪૩ મું કેમ પ્રર્વત્ય, કાર્ય થયું, તમે જ્ઞાન વગર ક્રિયા ના કહે છે, તે મનુષ્યપણે સુધી કેમ આવ્યું, તો કહે કે જ્ઞાન વિના પણ કિયા ફળ દે છે. આ વાક્ય ક્યાં કહેવામાં આવ્યું છે? શય્યભવ સૂરિજીએ દશ વૈકાલિકમાં નિરૂપણ કર્યું છે કે, કાં રે નર્થ વિ. ઈત્યાદિ, એટલે જયણથી ચાલે, જયણાથી ઉભો રહે, જયણાથી બેસે, જ્યણુથી સુવે, જયણથી ખાય, જયણાથી બોલે, તેને પાપકર્મ બંધાતું નથી. ચોથું અધ્યયન છજવનિકાય અધ્યયનમાં શરૂ કર્યું ને છેડે પણ યણમાં જ આવ્યા છે. સમકિતીએ ક્યા ભયથી ડરવું?
અહીં વાદીએ શંકા કરી કે હવે તે પુસ્તક પાના ઉંચા મૂકીએ, ભણવું ગણવું મૂકી દઈશું. ભણીશું તે પણ જ્યણું ન કરીએ તે પાપ બંધાવાના છે, ન ભણુએ ને ન પાપ કરીએ, તે પાપકર્મ બંધાવાના નથી. મળ ઉત્થાન ક્યાં છે? પદમં વાળ નું મળ ઉત્થાન શવ્યંભવસૂરિએ જણાવ્યું કે, જયણાથી ચાલનાર, જયણાથી ઉભે રહેનાર યાવત્ જયણાથી બોલનાર પાપકર્મ બાંધતા નથી. આ ચોથા અધ્યયનનો સાર લાવી મૂક, છ છવ-નિકાયનું નિરુપણ જ્યણા માટે છે. ત્યારે શંકા કરી કે છકાયને વધુ વજીએ, જ્યાથી ચાલીએ વિગેરે કરીએ તો પાપકર્મ બંધાતું નથી. મુખ્યતાએ જેને ડર દેનારી વસ્તુ એક જ છે. પાપ, એ જ ડર દેનારી વસ્તુ, સમ્યગદષ્ટિ ધમાં સમજવાળે જે ડરે તે પાપથી જ, એટલા માટે સાત ભય આવી પડે તો શ સ્ત્રકારે સામા પડવાનું કહ્યું. આલોક ભય, પરલેક ભય, ધનહરણ, વિજળી આદિથી, આકસ્મિકથી, જીદગીને ભય, અપજશ ભય, મરણ ભય વિગેરે ભય વજર્યા, પણ પાપને આઠમે ભય વર્જવા લાયક ન ગણા, ધમી જીવનાં રૂંવાડામાં સાત ભયની એક કણી પણ ન જોઈએ, છતાં એ ન જણાવ્યું કે પાપને ભય પણ છોડી દેજો, એ ભય આવી પડે તો પણ આત્માને અસર ન થવા દેવી-એમ શાસ્ત્રકારે ન કહ્યું, ઈહલેકભય દેવતાદિક તરફથી ચાહે તેવો ભય આવે તે પણ રૂંવાડું ન કંપાવવું, તેસાત ભયાથી મહાપુરૂષોએ રૂવાડું ન કંપાવવું જણાવ્યું, એ ભયથી ડરે તે અવગુણ, તેટલી ગુણની ખામી પણ પાપથી ન ડરાય તે અવગુણ, આ કારણથી શ્રાવકના લક્ષણમાં સમ્યકત્વના સ્વરૂપમાં કહેશે કે વામી પાપથી ડરનારો, દુનીયામાં ડરપોકપણું અનુચિત્ત છે,