________________
૪૦૫
પ્રવચન ૪૪મું નથી. તેનું શું થાય? તેમ અનાદિકાળથી જ્ઞાન, દર્શનમાં ડૂબકી મારનાર ન હોય તે તેને મુશ્કેલી પડત, તને જે તીર્થકર મહારાજા પેઠે સ્વયં કરવું પડત તે મુશ્કેલી પડત, પણ શીખડાવનાર છે તેમ માગે લાવનાર મહાનુભાવ ગુરુ મહારાજ મલ્યા છે, છતાં ધર્મરત્ન ન પામે તેમાં બીજાનો ઉપાય છે ? હવે ધર્મરત્ન પામવું શી રીતે ? શાસ્ત્રકારો ધર્મરત્ન પમાડવા માટે જે અક્ષુદ્રતા આદિગુણો ઉપયોગી છે તે વિગેરે હકીક્ત આગળ બતાવવામાં આવશે.
આ વ્યાખ્યાનનો સારાંશ—૨ પઢમં ના તમો તથા, ૨ દયા–જયણ પાલનારામાં જ્ઞાન સમ્યકત્વ હોય જ, ૩ સાત ભયને ભય ગણે તે અવગુણ ૪ પાપને ભય રાખવે તે ગુણ,
પ્રવચન ૪૪ મું ૧૯૯૦, શ્રાવણ વદી ૭ મહેસાણા શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્નપ્રકરણ ગ્રંથને રચતાં આગળ જણાવી ગયા કે આ અનાદિ સંસારમાં અનાદિકાળથી રખડતાં આ જીવને મનુષ્યપણું પ્રાપ્ત થવું મુશ્કેલ હતું, લુલ, આંધળા, બહેર, અટવામાં અટવાઈ ગયેલ હોય તો અટવીમાં રસ્તે કેમ આવે? તેમ આપણે પણ મનુષ્યપણું શું છે, તે જાણતા ન હતા, મનુષ્યપણું કયા કર્મોથી મળે છે તે જાણતા ન હતા, તેના ઉપાયોની પણ આપણને ખબર ન હતી, તેવી સ્થિતિમાં રખડતા રખડતા ભવિતવ્યતાના યોગે અકામનિર્જરામાં ચડયા અને પડ્યા. એમ અનંતી વખત ચડયા અને પડયા એમ અનંતી વખત ચડતા પડતાં આથડતા કોઈક સંજોગ મળી ગયો કે આયુષ્ય બાંધતી વખતે કષાયની પરિણતિ તીવ્ર ન રહી, કષાય મંદ હોય તે મનુષ્યપણાનું આયુષ્ય બાંધે છે. જે આમ છે તે પાતલા કષાય શા માટે કહો છો? આયુષ્ય બાંધતી વખત પાતળા કપાય હોય તે જરૂર મનુષ્યપણુંનું આયુષ્ય બાંધે અને આયુષ્ય બંધ સિવાય બીજા ટાઈમે પાતળા કષાય હાય અને મરતી વખતે મંદ કષાય ન હોય તો મનુષ્યનું આયુષ્ય ન બાંધે, તે સ્વભાવે પાતળા કષાયની વાત કરી નકામા ભડકાવી માર્યા. કેમકે તમે સ્વભાવે પાતળા કષાય કા એટલે મનુષ્યપણાને અગે અસંભવ થયો.