________________
૩૮૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ઘેનમાં છાકેલાને, માર્ગની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, તેવાને ભવિતવ્યતાના જોરેજ માર્ગની પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણું શું તેના ગુણા ફાયદા વગેરે તેની સમજણમાં ન હતું, તેથી તે તરફ ડગલા ભરે શાના? વસ્તુ જાણી હાય, સારી ગણી હોય તે તે તરફ કાંઈ પણ પ્રયત્ન કરે, અનાદિથી તિર્યંચની ગતિ, તેમાં મનુષ્યપણાના ખ્યાલ ન હતા તે તેનું સ્વરૂપ, ફેળ, સુંદરતા, ઈચ્છાના અંકુશ પણ કયાંથી થાય ? ઈચ્છા વગર ઉપાયે શું કરવા કરે ? આવી સ્થિતિ હતી તે પગે અપગ હતા, એમ કહેવું જ પડે, માગે આવનારાને પગની મજબૂતી જોઈએ, તેમ મનુષ્યભવમાં આવનારાને, સાવચેતી પૂરી જોઈએ. હજુ પણ જેમ માગે આવેલે ભૂલે ન પડે તેવું રજીષ્ટર નથી. અહીં પણ આપણે મનુષ્યપણુ મેળવી લીધું. મેળવેલાને પણ શાસ્ત્રકાર દુર્લભ કહે છે, તે દુર્લભ, વાંદરાને દારુ પાવા માટે કહ્યું નથી. નારકીમાં ક્રોધના કટકા, તિર્યંચમાં માયા, દેવતામાં લાભતા દરિયા, મનુષ્યની ગતિમાં સ્વભાવે માનનું માંકડા પણું હાય, જગતમાં ન મળે તેવું તને મળ્યું તે તે ઘણું સારૂ થયું. વઢકણી વહુએ દીકરા જણ્યા પછી ખાકી ન રહે, તેમ મનુષ્ય મૂળમાં માનનું માકડુ, તેને કહેવામાં આવ્યું કે, જગતમાં દુર્લભ તેવી વસ્તુ તને મલી, પણ માન કરવા માટે દુર્લભ નથી જણાવ્યું. જૈનશાસનના જુગારી અને શાહુકાર કોણ ?
અત્યારે સાધવું હોય તે સાધી લે, આમાં વાયદાનું કામ ચાલે તેમ નથી. કાલાન્તરે માલ મળી શકે તેનેા વાયદા હાતા નથી, ખરેખર જૂગારની જડ વાયદો, સરકારે અચાવ રાખ્યા છે કે, જેમાં માલની લેવડ-દેવડ હાય તે જૂગાર ન ગણવા, પણ એક મીલના બે હાર શેર છતાં, પાંચ હજાર શેરના વાયદા કરે તે જૂગાર. મૂળમાં બે હજાર છે, તે પાંચ હજારની લેવડ, દેવડ શા ઉપર? કહેા કે માલ વગરની લેવડ, દેવડ, તેનું નામ જૂગાર, જૂગારની જડ કઈ ? માલની માલિકીના નિયમ વગર જે વાયદો કરવા. અહીં મનુષ્યભવમાં આવ્યા છે અને વાયદા કરે કે આવતે ભવે વાત, જિનેશ્વરના શાસનમાં પણ જૂગાર રમવા બેઠા છે ? અહીં મનુષ્યભવના માલ તારા હાથમાં છે, જ્યારે તે માલ તારા હાથમાં નથી તે શા ઉપર વાયદા કરે છે ? આવતે ભવે વાત, આ ભવમાં કઈ થાય તેવું નથી. જૈન શાસનના જૂગારીએ આ વાક્ય ખેલે છે, શાસનના શાહુકારા ચાલુ ભવની