________________
પ્રવચન ૪૧ મું
૩૮૩ જે છે, એમ કરી સમાસ કરીને પણ ચોથે પાયે નથી. અહીં એ સૂત્રથી સમાસ થઈ શકે તેમ નથી. કયાં થાય ? a gri. જ્યાં એની સરખાવટને ધર્મ ન જણાવ્યા હોય ત્યાં સમાસ થઈ શકે. અનર્થહરણ રૂપી સરખે ધર્મ અહીં જણાવી દીધું. જગતમાં મળેલું રત્ન એ પોતે અનર્થ હરવાના સ્વભાવવાળું, તેથી ઉત્તમ ગણાય છે. આજકાલ રંગ, કલર, આકાર ઉપર કીમત ગણાય છે, અત્યારે ઝવેરાતના ગુણને અંગે કીમત નથી. પાણી, રંગ, આકાર ઉપર અત્યારે કિંમત છે, ગુણને અંગે શી રીતે કિંમત? તે કે તે માટે પ્રાચીન કાળમાં બનેલું દષ્ટાંત ખ્યાલમાં રાખવાનું છે. અનર્થ હરણરૂપ ગુણપ્રધાન રત્ન
શ્રેણિક રાજાની સભા હતી. તેવી સભામાં અભયકુમાર પ્રધાન હતો, તેમ કઈ બીજ પ્રધાન બેઠા હતા. ત્યાં કઈ રત્ન લઈ આવ્યું. બીજા ઝવેરીએ પાણી, આકાર, રંગ તરીકે કિંમત કરી, પણ ગુણને અંગે કઈ કિંમત ન કરી. બધા ઝવેરીએ કિંમત કહે ને પ્રધાન મ શું ડેલાવે. પેલે કહે છે કે આ રત્ન જેની પાસે હશે તે કદી હાર નહીં પામે. તેને અંગે કિંમત કરો. કંડવું સહેલું છે પણ સાબીત કરવું મુશ્કેલ છે. પ્રધાનને કહ્યું કે, સાબીતી લાવો. એક થાળની અંદર જુવાર ભરી લાવ. સેંકડો કબૂતર રહેતા હતા ત્યાં થાળ લઈ ગયા. પહેલા થાળ મૂકો, બધા કબૂતરો ચુંગી ગયા બીજી વખત ભરાવ્યા, થાળ ઉપર રત્ન મૂક્યું, એકે કબૂતર એક દાણો પણ ખાતા નથી. કબૂતર જેવી જાત, જુવાર દેખતા ઝાપટી જાય. તેમને તેમ રહેવા દીધી. એક દહાડો બેદહાડા ચાર દહાડા થયા એક દાણે પણ કોઈ ખાતા નથી, જ્યાં રત્ન લઈ લીધું ત્યાં ઘડીમાં થાળે ખાલી. આ સ્થિતિએ રત્નને ધારણ કરનાર જે હશે તેની ચારે બાજુ ચાહે તેટલા શત્રુ હશે તે પણ કંઈ નહીં વળે, આ કીંમત પાણ, રંગ, માપ, આકારની નહીં પણ ગુણની કીંમત છે. તેમ ચક્રવર્તીના ૧૪ રને રૂપ, માપને અંગે કીંમતી નથી, પણ અનર્થોનું હરણ કરે, તેમ ધર્મરત્ન રૂપને અંગે, રસને અગે, ગંધ કે શબ્દને અંગે કીંમતી નથી, તે ધર્મમાં શબ્દાદિક કશું નથી પણ તે કીંમતી છે, અનર્થ હરણ કરે છે, દુઃખ નાશ કરે છે તેને અંગેજ કીંમતી છે. મરણ વ્યાધિ ને છેટે રાખનાર ધર્મ. રોગ, જરા, મરણ, શેક, આધિ, વ્યાધિ,