________________
પ્રવચન ૪૧ મું
૩૮૧ ઝબકારામાં મેતી પરોવી લે, નહીંતર હાર ગયે. તેમ આ જિંદગી વીજળીના ઝબકારા જેવી ચંચળ છે, ક્ષણે ક્ષણે ખસે છે. એક પણ ક્ષણ એવો નથી, જે ક્ષણે જિંદગીને ઘટાડો થતો નથી. મહા-ફાગણમાં તળાવ એમને એમ લાગે છે કે ઘટતું નથી, પણ પાણી સૂકાય છે. ભારપટ ભર્યા જેવું હોવાથી ઘટેલું લાગતું નથી, જિંદગી જુવાનીમાં હોય ત્યાં ભરેલી જિંદગી લાગે છે, પણ ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે, તેનું યૌવનપણામાં ભાન નથી. મનુષ્યની એક ક્ષણની જિંદગી કેટલી કીંમતી છે, તેનું ભાન નથી. ઘી, તેલ, પાણું, ધૂળની કીંમત છે. ઘી ઢોળાય તે ઉંચા નીચા થાય છે. કાળી રેતને કઈ ફેકી દે તો ઊંચાનીચા થાવ છે. સરાકડે ફેકી દે તે બાઈઓ ઊંચીનીચી થાય છે, ધૂળ નકામી જાય તેને અફસોસ થાય છે, તે કાલ સવારની જિંદગીમાં કંઈ ન મેળવ્યું તેને અફસોસ કેમ નથી થતો ? આ જીવન એળે જાય છે તેની કિંમત વસી નથી. મનુષ્યપણાની એક મિનિટની કિંમત કેટલી?
એક ક્ષણનું મનુષ્યનું આયુષ્ય દેવતાના બે કેડ પલ્યોપમ લાવનાર છે. એક સામાયિકનું ફળ ૪૮ મિનિટે ૯૨,૫૯,૨૫,૯૨૫ બાણ કરોડ ઓગણસાઠ લાખ પચ્ચીશ હજાર નવસો પચ્ચીશ પલ્યોપમ, એટલે એક મિનિટે કેટલું આવ્યું ? એક મનુષ્યભવની મિનિટ દેવતાઈ બેકેડ પલ્યોપમ લાવનારી. તે અપેક્ષાએ દિવસને અંગે જણાવ્યું કે જે રિસં િા . એક દિવસ પણ જે સાધુતાને પામે. જેની પ્રવજ્યાની પરિણતિ સામાયિક સિવાય બીજે મન નહીં, મુખ્યતાએ ભાવસ્તવ ઉત્કૃષ્ટ આવે તો બેઘડીજ બસ છે, અંતર મુહૂર્તમાં મેક્ષ મળે છતાં કર્મની ચીકણાશ હોય તેટલી ભાવની વૃદ્ધિ ન હોય તો મેલ ન પામે તો પણ ૩ વર્ષ માળિો રે એક દિવસની દિક્ષામાં વૈમાનિક તે જરૂર થાય. વૈમાનિકનું ઓછામાં ઓછું આયુષ્ય પ૯પેપમ–અસંખ્યાતા વરસનું, એક મિનિટને વિભાગ પાડે તે પણ અસંખ્યાતા વરસ જ આવે. એક મિનિટ દેવતાઈ બે કોડ પપમ લાવનારી, તે મનુષ્ય જિંદગી કેમ એળે જાય છે તેને વિચાર પણ નથી. “છાશમાં માખણ જાય ને રાંડ પૂવડ ગણાય.” પણ એ તો સારું હતું કે છાશમાં ગયું, રાખેડામાં નથી ગયું, એ તો છાશ લેવાવાળાને કામ લાગે પણ