________________
૩૮૦
આગામે દ્ધારક પ્રવચન શ્રેણું આપ્યું કે આ ગ્રંથ શા માટે બનાવું છું તે કે સજજનને સંતોષ થાય છે. સજજનના સંતોષની ખાતર ગ્રંથ કરું છું, દુર્જન દુભાય તેને વિચાર ન કરતાં સજજનના સંતેષને વિચાર કરવાની જરૂર છે. તેથી પિતાની કૃતિમાં જ જણાવે છે કે, સજજનના સંતેષની ખાતર પ્રવૃત્તિ કરું છુ, દુર્જનની ખાતર સજજનને દૂર નહિં રાખું. વીજળીના ઝબકારામાં ખેતી પરવી લે:
તેમ માનને મોહી પડેલા મનુષ્ય જરૂર માનમહાગિરિના શિખરે સિધાવવાના, પણ તેવા દુર્જનેના દેષ દેખી સજજનના ઉપકારની ખાતર મનુષ્યભવની દુર્લભતા જણાવવાની જરૂર જ છે. જેટલા સાંભળનારા તે સવે મનુષ્યભવને મેળવી ચૂક્યા છે, નવું મેળવવાનું નથી. મેળવવાની મહેનત કરતાં તેનાં રક્ષણની મહેનત જબરજસ્ત છે. મહારાણી વિકટોરીયાએ ૧૮૫૮ માં હિંદુસ્તાન મેળવ્યું, મેળવવાનું એક વરસ પણ સાચવવાનું સદીઓ સુધી. જ્યારે મહેનતે મેળવેલું હોય તે સાચવવાનું સખત મહેનતે હોય, તે મેળવવામાં વધારે મહેનત પડી હેય તેને સાચવતા વધારે મહેનત પડે, તેમાં નવાઈ શી? દુર્લભ જણાવી સાચવવાની વધારે જરૂર છે. હવે જે વસ્તુ સાચવી સચવાતી નથી તે તેને સાચવવાની બૂમો મારવી તે ઘાટના કૂતરા જેવું થાય. ગંજીનો કૂતરો કહે છે પણ તે ઠીક નથી. તે માલિક માટે નિમકહલાલ છે. ગંજીના કૂતરાનું છાંત ધાગાપંથીઓ આપે છે. નિમકહરામ બને તે પણ ગાયમાતાનું પોષણ થવું જોઈએ. વાસ્તવિક તે દાખલ ન લેતાં ઘાટને કૂતરે લે. નદીનું પાણી વહી રહ્યું છે, ત્યાં ઘાટને કૂતરો કેઈને પાણી પીવા ન દે, તેમાં રક્ષણ કેવું? પી જાય તે પેટમાં જાય, ન પી જાય તે દરિયામાં જાય, જવાનું તે જવાનું, તેમ આ જિંદગીનો ઘાટ છે. તે ઉપર આ બેઠે છે. બેઘડી ધર્મમાં કાઢે તે પણ ઓછી થવાની, ધર્મમાં વખત ન કાઢે તે પણ જિંદગી જવાની તે જવાની. જિંદગી સ્થિર રાખવા માગે તે પણ રહેવાની નથી, ચોવીસ કલાક ચાલુ જ છે, ધર્મમાં ન જોડીએ તે જિંદગી ટકી રહે તેમ બનતું નથી. જે વસ્તુ દુર્લભતાથી મળી છે તે વસ્તુ સ્વભાવે ચંચળ છે. તે હવે શું કરવું? મળી દુર્લભતાથી પણ ચંચળતાવાળી મળી. વીજળીના ઝબુકામાં મેતી પરોવી થે, મોતીને હાર ગૂ, અંધારી રાત છે. ફક્ત વીજળીના ઝબકારો છે તે ઝબકે છે, વીજળીના