________________
૩૭૯
પ્રવચન ૪૧મું રાવી શકીએ. શીલ એટલે આત્માને અંશે એક ગુણ. તે અમુક ગુણના બચાવ માટે પચાસને ત્રાય પિકરાવે તે જુલમી કે રક્ષક? જુલમી કેમ ન ગણાયા? સત્યવાદી હરિશ્ચંદ્રની વાત જગતમાં પ્રસિદ્ધ છે, માત્ર પિતાનું વચન, આમાં શાસને, પારમાર્થિક સ્થિતિને સ્થાન નથી. પિતાના વચનની ખાતર રાજ્ય છોડી દીધું. પછી આખા કુટુંબની શી વલે થાય છે? કુટુંબને તથા રાજ્યને પાંત એ તો રહ્યું, પણ સ્ત્રીનું અન્ય ઘેર વેચાઈ જવું, એક રાજાને ચંડાળને ઘેર સ્મશાનનું રક્ષણ કરનાર તરીકે બનવું, શાના ખાતર ? તે હરિશ્ચંદ્ર ભૂલ કરી? આખું રાજ્ય ઉથલપાથલ થાય, દયાજનક થાય ને રાણી રોતી રહે, તે તે બધું ક્ષમ્ય ગણ્યું, એટલું જ નહિ પણ સારું ગયું. શાબાશ! કહીએ છીએ. શા ઉપર ? એક મનુષ્યના એક વચનના રક્ષણ ખાતર આખું રાજ્ય ઉથલપાથલ થાય છે. ખુદ પોતાની દશા ચંડાળને ઘેર ગુલામીમાં આવે છે. રાણીની દશા પરઘર પાણીહારણ બને છે. માત્ર
એકવચનની ખાતર. વચન કદાચ ન પાળે તે રાષિની તાકાત ન હતી કે રાજ્ય ઉપર કાંઈ પણ કરે. તો તે વચન પાળવા ખાતર રાજ્ય અસ્તવ્યસ્ત થવા દીધું. પોતે ચંડાલને ઘેર ચાકર બન્યા. પોતાની સ્ત્રીને પારકે ઘેર પાણિહારણ બનાવી, અક્ષમ્ય ગણ્યું, તો પછી આખા સત્ય મહાવ્રતને અંગે શું ક્ષમ્ય ન હોય? સત્ય મહાવ્રતને અંગે સર્વ ક્ષમ્ય તો પંચ મહાવ્રતને અગે શું ક્ષમ્ય ન હોય? સર્વ અવસ્થા જગતમાં થાય તે ક્ષમ્ય હોય તો ધમનું નિરૂપણ કે આચરણ કરતાં અન્યને દુઃખ થાય તો તે અક્ષમ્ય કેમ કહેવાય ? ધર્મ નિરૂપણય જ છે. ભગવાન ઋષભદેવજીએ કેવળજ્ઞાનથી કુધર્મ કેટલા થશે તે બધું જાણ્યા છતાં ધર્મનિરૂપણ કર્યું, તે જણાવી આપે છે કે ધર્મ કહેતાં દુજેનને દુઃખ થાય કે તેઓ દ્વેષ કરે તેની દરકાર કરી શકાય જ નહિં. એ હિસાબે હરિભદ્રસૂરિ સામે પણ, તેમ શંકા કરી છે. આ ગ્રંથકારે જેઓ અજ્ઞાની છે, તેમને દુઃખ થવાનું છે. શિયાળ દ્રાક્ષના માંડે કૂદી ન પહોંચે તે દ્રાક્ષ અને તે ખાનારની નિંદા કરે. વિંશતીવિંશિકા બનાવતા સામા પક્ષ શંકા કરે છે. જે શાસ્ત્ર નિરૂપણ કરે છે તેમાં બુદ્ધિશાળીઓ બેઠક જમાવી લેશે પણ નિર્બદ્ધિઓ ઊંટને આંબે અળખામણો લાગે તેમ તેઓને તમારા ગ્રંથ અળખામણું લાગશે, તેથી તેમને કારણ આપવું ઉચિત નથી. માટે ગ્રંથ કરવા બંધ રાખે. હરિભદ્રસૂરિના વખતે પણ આમ કહેનારા હતા. ત્યાંજ સમાધાન