________________
પ્રવચન ૩૭મું
૩૩૯ નથી, તો ચંદ્ર લાવવાનું ફળ બતાવવું વ્યર્થ છે. એથી શાસ્ત્રકારે અશક્ય અનુષ્ઠાનમાં એવા વાકયે જણાવે છે. તાવ કોઈને આવ્યું છે એમ વૈદે કહ્યું, તેણે કહ્યું કે ઉપાય બતાવો, શેષનાગની મણ લઈ પાણીમાં નાખી તે પાણી પી જાવ તો તાવ તરત ચાલ્યા જશે, ઉપદેશ સાચે છે, તાવ જાય, પણ અશક્ય ઉપદેશ. શેષનાગને પકડવાને અને મણું લેવાને કઈ ઉપાય છે? છતાં તે મેળવવાની રીતિ બતાવવામાં ન આવે તે ઉપાય બતાવવાનું નકામું છે. તેમ તમે જણાવ્યું કે મનુષ્યભવ મળી જાય તે વિવેકનું વૃક્ષ, ધમને ધોરી મળે. વાત ખરી, પણ મનુષ્યપણું મેળવવાને ઉપદેશ શા કામને ? તે માટે જણાવ્યું કે મનુષ્યપણું મેળવવાના કારણ છે. વગર કારણે મળનારૂં નથી. તમારા પ્રયત્નથી મનુષ્યપણું મેળવી શકે છે? જગતમાં જાણીએ છીએ કે કેટલીક અ૫ કીંમતવાળી વસ્તુ હોય છતાં તેને ફાયદો જબરજસ્ત હોય છે. તે મનુષ્યભવ પ્રાપ્ત થવાના ઉપાય જાણીએ નહીં ત્યાં સુધી અમલ કરીએ નહીં, માટે મનુષ્યભવ પ્રાપ્ત કરવાના ઉપાયે જાણવાની જરૂર છે. પાતળા કષાય કોને કહેવાય?
पयइय तणुकसाओ दाणरुइ मञ्जिमगुणो अ ।
તે માટે કહે છે કે–સ્વભાવથી પાતળા કષાય હોવા જોઈએ, કૃત્રિમ રીતિએ કષા પાતળા આખી દુનિયા રાખે છે, કે કટકે હોય, કે મૂર્તિ દેખતા હોઈએ, પણ અમલદાર રાજા કે પ્રધાનની ઠેબે ચડે, તો પિષ મહિનાનું પાણી થઈ જાય છે. કેમ કષાય પાતળા છે? ના, મત બોલ, માર ખા જાયગા, બોલ્યો કે માર ખાધે, ત્યાં પરમ શાંતિ રાખે છે. શાના લીધે? સ્વભાવે કષાય પાતળો નથી, દેખે છે કે કેધ કરીશ તે કેયડો–માર ખાવો પડશે. પણ કોઈ દુર્બળ ગુનેગાર બને તો શાંતિ કેટલી રહે છે ? તે વખતે આંખ તથા મુખ લાલચોળ થઈ જાય છે. અહીં કોયડાનો ડર નથી, દુબળને સતાવવામાં જેને કેધ તૈયાર થાય, બલીટો આગળ કોધ કબજામાં આવી જાય તેટલા માત્રથી સ્વભાવે પાતલો કોધ ગણાય નહીં. એ નિર્બળ કે બળવાન છે તે વિચાર ન કરતાં મારે કેધ કરે વ્યાજબી નથી. આ અત્માના ઘરમાં આગ હું પોતે સળગાવું છું. બીજે નિમિત્ત માત્ર છે, બીજે