________________
૩૬૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી માનતા નથી, કારણ ચારિત્ર એ એકલે આશ્રવને ત્યાગ કરે તેટલું માત્ર નથી પણ ઈચ્છા-મિચ્છાદિક સામાચારી, પડિલેહણદિક સામાચારી, ચક્રવાલ સામાચારી, પ્રતિદિન સામાચારી, દસદસ પ્રકારની હોય અને પાપ સરાવે તે જ ચારિત્ર ગણાય. આ અપેક્ષાએ અઢાર પાપસ્થાનક તિર્યંચને અગર શ્રાવકને રાત્રે અથવા મરણ વખતે-અણસણ વખતે તે સરાવે તેથી ચારિત્ર નથી, તેથી દિક્ષાને યોગ્ય અને અગ્યા એવા વિભાગ પાડ્યા તે ધ્યાનમાં આવશે. ઈચ્છાદિક ચક્રવાલ અને પડિલેહણાદિક પ્રતિદિન સામાચારી સાથે જ ચારિત્ર કહેવાય છે. આવું ચારિત્ર સિદ્ધપણામાં ન હોય તે સ્વાભાવિક છે. સામાચારી ન હોવાથી તિર્યંચ પાપને ત્યાગ કરે, શ્રાવક સૂતી વખતે અઢાર પાપસ્થાનક વિસરાવે. અણસણું કરવાવાળો અઢાર પાપસ્થાનક વસરાવે, ત્યાગ કરે તેટલા માત્રથી ચારિત્ર નથી.
જે આશ્રવમાં ઓતપ્રોત થઈ રહ્યા છે, તે આત્મરમણતાની વાત કરે તે મેંમા ટોપરૂં રાખીને આજે ઉપવાસ કર્યો છે એમ છોકરાઓ બોલે તેના જેવું છે. તો ચરિત્તી પાપસ્થાનકના ત્યાગપૂર્વક સામાચારી હોય તે ચારિત્ર છે. તે શ્રાવકમાં ન હોવાથી ત્યાં ચારિત્ર નથી તે ચારિત્ર નથી, ત્યાં અવિરતિ ગળે વળગી તેમ નહીં. તેથી તો વરી કહ્યું. સિદ્ધોને પાપસ્થાનકને ત્યાગ નથી. તે અવિરતિ કર્મોને લીધે નથી, તેમને આત્મસ્વરૂપ પ્રગટ થયું છે તેથી નો
ત્તિ સિદ્ધો ગણ્યા. સિધ્ધ વ્રતવાળા કે અવ્રતી-અવિરતિ પણ નહીં અવિરતી કોણ? જેને અપ્રત્યાખ્યાની આદિને ઉદય હોય છે. આ નકકી કર્યું તેથી શીલની પ્રવૃત્તિ અવિનાશી નથી, શીલથી થએલી પરિણતિ કે ફળ અવિનાશી નથી. સિદ્ધનો ચારિત્રગુણ કેવા સ્વરૂપવાળે હેય?
એક સવાલ આવશે, સિદ્ધોને ચારિત્ર ગુણવાળા કહે છે ત્યાં શું કરશે? તે મેહક્ષયથી થએલી શક્તિ, પ્રવૃત્તિ રૂપ નહીં, પણ મેહના ક્ષયથી થએલી શક્તિ એટલે પુગલની રમતા છૂટી ગઈ, આત્મા આત્માથી બહાર ન જાય, આ રૂપે મોહના ક્ષયને લીધે રહેલી સ્થિતિ ત્યાં ટકે છે. પુદ્દગલમાં લીન થતા નથી. પુદ્ગલથી અલગ રહેવાવાળા તે રૂપ ચારિત્ર ભલે હો, સ્થિરતા રૂપ ચારિત્ર સિધમાં મળે પણ