________________
પ્રવચન ૩૯ મું
૩૬૫ ભંગની ચળવળ ચાલી. તેમાં કાયદા ભંગ કરે તેને અનુમોદન આપતા. સરકારને પણ ગભરામણ થતી, સવિનયભંગ કરનારની પાછળ પીઠબળ જબરૂં છે તેમ આ સંસારને જે સાર ગણું શરાઈ – વીંધાઈ જતા હતા, તે સંસાર છોડી જે ત્યાગી થયા છે તેની પાછળ પીઠબળ મેટું છે. તે ધારી ભૂત આપોઆપ ભડકી જશે. આ રૂ૫ ભાવનાએ કરેલું પીઠબળ કઈ દિવસ નાશ પામવાનું નથી. તિલક મરી ગયા પણ કોંગ્રેસે આણેલી જાગ્રતી જાગતી હોય તો કોંગ્રેસ મરી ગએલી ગણીએ નહીં તેમ ભાવનાને અંગે થએલી જમાવટ મોક્ષે ગયા સિવાય નાશ પામવાની નથી. માટે દાન, શીલ, તપ, ભાવ ફળપ્રવૃત્તિરૂપે નાશ પામવાવાળા છતાં સંસ્કાર રૂપે અવિનાશી ધર્મ છે. ક્ષાયિક-અવિનાશી છે, ક્ષયોપથમિક વિનાશી છે. ગુણધર્મની અપેક્ષાએ શાપથમિક, ઔપશામક સાદિ સાંત બતાવ્યા છે, તેને અવિનાશી કહે છે તે કેમ માનવું? કદી પ્રવૃત્તિ રૂપી ધર્મ સંસ્કાર દ્વારા અવિનાશી ભલે કહે પણ ગુણરૂપ ધર્મ અવિનાશી બની શકે જ નહિં એ શંકાના સમાધાનમાં જણાવે છે કે કાંણી હાથણી રસ્તે જતા પાલે એક જ બાજુને ખાય. તેમ કાંણી હાથણી જેવા જે મનુષ્ય હોય તે એક જ બાજુ દેખે તેને ઉપાય નથી. અંતરમુહૂર્ત, છાસડ સાગરોપમની જઘન્ય-ઉકૃષ્ટ સ્થિતિવાળા સમ્યકત્વ પ્રતિપાતિ ગણ્યા. એ વાત જોડે લીધી. ઔપથમિક, ક્ષાપશમિક સમ્યકત્વ પામેલે મિથ્યાત્વે આવે તો તેનું મિથ્યાત્વ અનંત ન હોય, એ વાત ખ્યાલમાં લે તે કબૂ ન કરવું પડે કે મિથ્યાત્વે જાય તો પણ સમ્યકત્વને પ્રભાવ રહે. અર્ધ પુદગલ–પરાવતે તો મોક્ષે જાય અને જાય, આ નિયમ શા ઉપર ? લાપશામક, ઔપથમિક ઉપર નિયમ છે, ભલે બીજ દટાઈ જાય પણ અર્ધપુદ્ગલ પરાવર્તકાલે તો ઉગે જ છે, ક્ષાયિક જ્ઞાનાદિક અને મોક્ષ – ફળ થયા વગર રહે જ નહિ. પડવાનું લક્ષ્યમાં આવ્યું તે અવિનાશીપણું લક્ષ્યમાં કેમ ન આવ્યું? દાનાદિક ધર્મ દ્વારાએ, જ્ઞાનાદિક ગુણદ્વારીએ, સંસ્કારદ્વારા અવિનાશી છે. આ સમજાય ત્યારે ધર્મરત્નને લાયક કોણ તે સમજાશે. તેનું સ્વરૂપ કેવી રીતે છે તે આગળ જણાવવામાં આવશે.
વ્યાખ્યાનનો સારાંશ–૧ ચરિત્તી ને નચરિત્તી, ૨ શ્રાવકને ખાળે ડૂચા દરવાજા ખુલા છે. ૩ ધર્મના સંસ્કાર દાન, શીલ, તપ, ભાવ પાડે છે જે અવિનાશી છે.