________________
૩૭૦
આગદ્ધારક પ્રવચન શ્રેણી આ શરીરના છોડા ઉતારવાના, અનંત કર્મ વગણના પુદ્ગલેના છોડા ઉતારવાનું લક્ષ્ય રહે તે ઝવેરીને પુત્ર શીખવા બેઠે ગણાય.
જેને આત્મગુણના વિકાસ ઉપર લક્ષ્ય નથી, તેવાના નવયક લાયકના ચારિત્રમાં નિર્જરા નથી, મિથ્યાત્વ અથવા મોહની જે ગ્રંથી વખતે અંત કેટકેટિ સ્થિતિ છે, તેમાંથી હીન થાય નહીં, અનંતી વખત ચારિત્ર પાળો તો પણ તે ચારિત્ર આગળ તમારી ભગવાનની પૂજા કીસ ગણતરીમાં પણ આ લક્ષ્ય હોય તો પૂજામાં નિર્જરા કરે. જગતમાં નિયમ છે કે, જાણ્યું તે મેળવવા માગે, જાણ્યું ન હોય તે મેળવવા શું માગે ? જાણ્યા પછી સારું લાગે પછી તેની ઈચ્છા. પછી તેનો પ્રયત્ન કરે, પ્રયત્ન ન કરે તે મળવાનું કયાંથી? તેમ આત્માનું કૈવલ્ય સ્વરૂપ જાણ્યું ન હોય તે માને કયાંથી ? માને નહીં તો સારું લાગે ક્યાંથી ? અને ઈચ્છા પ્રયત્ન કર્યો હોય, પ્રયત્ન ન હોય તે મળે જ કયાંથી ? કોઈ પણ પદાર્થ જાણો. માને, સારો ગણો, પછી ઈચ્છા થાય, પછી મેળવવાની પ્રવૃત્તિ કરો તો મળે તેમ સર્વ મતવાળા માત્ર જીવને જાણે છે, જીવ તે મેળવવાને નથી અને જીવનું સ્વરૂપ જાણ્યું નથી. સ્વરૂપ ન જાણે ત્યાં સુધી સ્વરૂપ માને ક્યાંથી ? ન જાણે માને ત્યાં સુધી ઈચ્છા થાય કયાંથી ? પ્રયત્ન કયાંથી થાય ? તો મળવાનું કયાં ? વળી સમ્યકત્વ વગર ચાહે તેવી નાની કરણી છાર પર લીંપણ છે. જે આ નિસરણી બતાવી, જીવનું સ્વરૂપ, તેનું જ્ઞાન, જાણવું, માનવું સારું લાગ્યું, ઈચ્છા થવી, પ્રવૃત્તિ કરવી, મેળવવું, આ આખી નિસરણ નથી, તો એ પ્રાપ્તિ ક્યાં છે, મેડી દેખ્યા કરે, નિસરણી નથી પછી શું થાય? તેમ અંત્ય પુદગલપરાવર્તમાં મોક્ષની ઈચ્છા થઈ, મોક્ષ જાણ્યો, માન્યો, સુંદર ગયે, ઈચ્છા થઈ, પ્રવૃત્તિ કરી પણ નિસરણી વગર મેડાની પ્રવૃત્તિ કરવી નકામી છે. તેમ છેલ્લા પુદ્ગલપરાવર્તમાં મોક્ષ જાણે, મા, પ્રવૃત્તિ કરી છતાં આ નિસરણી આવી નથી. કોઈ પણ વસ્તુની ઈચ્છા, જાણ્યા માન્યા પછી થાય, જે નિસરણ કહી તે જ્યાં ન હોય ત્યાં કાર્ય સિદ્ધ થતું નથી. એ આત્માનું સ્વરૂપ જાણે માને, સુંદરતા સમજે, તે પ્રગટ કરવાની ઈચ્છા થાય, તેની પ્રવૃત્તિ કરે ત્યારે જરૂર સિદ્ધિ મેળવી શકે. દુર્ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વીઓ ઉપરના કારણથી રહિત હોવાથી સિદ્ધિ મેળવી શકતા નથી.