________________
३७६
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી રસોઈ થયા પછી લાકડા સળગાવનારી સમજણ વગરની ગણાય. કાચી રાઈ હોય ત્યાં સુધી સળગાવનારી સમજુ સ્ત્રી ગણાય, તેમ આત્માનું સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી જિનેશ્વર અને ગુરુની ભક્તિ ક્તવ્ય જરૂરી. પણ સિદ્ધ થઈ ગયા પછી તેમની ભક્તિ છેડવાની. આત્મતત્વ પ્રકાશ દ્વારાએ ધર્મ સેવન થાય ત્યારે તે આત્મતત્વને જાણ માને, સુંદર ગણો, પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે, તેના સાધન તરીકે ગણે ત્યારે સમકિતી. આથી આત્માને અનંત જ્ઞાન, દર્શન, ક્ષાયિક સમ્યકત્વ અને અનંતવીર્યવાળો માને, જાણે, પ્રયત્ન કરે ત્યારે સમકિતી, માત્ર નવતત્વના નામ જાણનારા સમકિતી નહીં. અનંત જ્ઞાનાદિક જીવનું સ્વરૂપ, આત્માની ચીજ આત્માને પ્રગટ કરવી તેમાં મનુષ્યના ભવરૂપી પુદગલની જરૂર શી? ચિત્રકાર ચતુરાઈના પરિણામે ચિત્ર કરશે. રંગનું ચિત્ર થવાનું છે, પછી એ રંગમય નથી થવાની, નથી ચિત્રમય થવાની છતાં ચિત્રામણને આધાર પીછી છે. જેટલી લાંબી, પહેલી, નાની પછી તેટલી રેખા નાની મોટી. ચિત્રને આધાર પછી ઉપર. આત્માનું સ્વરૂપ જ્ઞાનાદિક છતાં તેને પ્રગટ કરવાનું સાધન મનુષ્ય ભવરૂપી પછી છે. ચાહે એટલે હુશીયાર ચિતારે, રંગ ભીંતા મનહર છતાં પછી વગર પાછો પડે. ચિત્રામણ ન કરી શકે, તેમ મનુષ્ય ભવરૂપી પછી સાધન તરીકે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. ખીસકોલીને પછીને ઉપયોગ ખાવામાં થાય તે ચિતારાની હૈયાતી કઈ? આ જીવને કેવળજ્ઞાનાદિક મેળવી આપનાર મળ્યા છતાં ધન કનક કુટુંબ કાયા ખાઈ જાય છે. ચિત્રામણ ચીતરવાની પીછીને ઉપયોગ કંચન કુટુંબ કાયા ને કામિનીમાં ઉપયોગ ન થઈ જાય તે ધ્યાનમાં રાખી મોક્ષના મહેલની મુસાફરી કરવામાં ઉપયોગ થાય તો આપણી સ્થિતિ ઉત્તમ ગણાય. હવે તે મોક્ષના મહેલની મુસાફરી કરવાનું કયારે બને તે વિગેરે અધિકાર આગળ બતાવવામાં આવશે.