________________
પ્રવચન ૪૦ મું
૩૭૫ એ ગૌતમ સ્વામી આવ્યા. તાપસોએ દેખ્યું કે ખરેખર ! આ તો ચડ્યા, હવે તે બાવાને મળે તે પહેલે ગયે. માટે આવે કે તેના ભગત-શિષ્ય થઈ જવું. જ્યાં બાવાઓ ગૌતમ સ્વામીને “સેવક છીએ” કહે છે ત્યાં હું અને તમે બધા મહાવીર મહારાજાના સેવક છીએ. આજે બાપ કરતાં સવા કેમ થાઊં? ચેલા કહે કે ગુરુ કરતાં સવા કેમ થાઊં? એમ કહીએ કે અહીં અશે પણ મહાવીર ભગવાનને સીધો પ્રભાવ નથી. તાપસના પ્રસંગમાં અંશે પણ ભગવાનનો સીધો પ્રભાવ નથી. પેલા તમારા ભગત કહે છે ત્યારે ગૌતમસ્વામી કહે કે આપણે બન્ને મહાવીરભગવાનના સેવકો છીએ. તાપસોએ કહ્યું – ભગવાન મહાવીર તમારા કણ? ત્યારે ભગવાનનું વર્ણન કર્યું. બધાને દીક્ષા આપી. ૧૫૦૦ તાસોને દેવતાએ વેષ પૂરે પાડ્યો, પારણું કરવા વખતે શું લાવું? અમના પારણા છે. એકાદ પાતરું ભરી લાવ્યા છે, બેસી જાવ કહે છે, પહેલા દેખે છે કે આંગળી ચટાવશે કે શું? ૧૫૦૦ ની આંગળી પણ પાતસમાં ન લેવાય, પણ ગુરુ વચન તહત્તિ કરનારા, અન્યમતમાંથી આવેલા, પ્રત્યક્ષ એક પાતરૂં છતાં ૧૫૦૦ તાપસે જમવા બેસી જાય છે. પંદરાએ તાપસ ગુરુબુદ્ધિ કેટલી ધરાવતા હશે? પછી ભગવાન ગૌતમસ્વામી પાત્રમાં અંગૂઠે રાખી દરેકને પીરસે છે, છતાં ખૂટે નહીં. પોતે ખાય પછી ખૂટે, પાંચ હજારને પીરસે તે પણ ન ખૂટે, પોતે ખાય તે ખૂટે. અક્ષીણ મહાનસીલબ્ધિથી પંદરસના આત્મામાં અત્યારે શું હોય? જગતને અધિપતિ પુરુષ આ છે. આ જ મગજમાં છે, અધિપતિ પુરૂષ તરીકે શ્રદ્ધા થઈ છે. તે જ અદ્વિતીય પુરૂષ-એમ વિચાર કરતાં, ૫૦૦ને કેવળજ્ઞાન થયું છે. સમવસરણ દેખાયું, જેવી રીતે કહેતા હતા તેવા જ ભગવાન લાગે છે. દેવતાની આવડજાવડ, કેવા મહાપુરૂષ! તે સ્થિતિ વિચારતા ૫૦૦ને કેવલજ્ઞાન, ૫૦૦ને રસ્તામાં કેવલ. પિતે વંદન કરવા રહ્યા. પિલા ૧૫૦૦ કેવલીઓ કેવળી પર્ષદામાં ગયા, આ તાપને વંદનની સ્થિતિ માલમ ન હોય, માટે ભગવાનને વંદના કરે, એ ઉપદેશ, પ્રેરણાવચન કહેનાર તેને ભગવાન કહે છે કે–હે ગૌતમ ! કેવળીઓની આશાતના ન કર, કઈ આશાતના? વંદના એ પાપ-દુષ્કૃત, ગૌતમસ્વામીને મિચ્છામિ દુક્કડું દેવે પડ્યો.