________________
३९८
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી અરૂપી નહીં પણ અરૂપીના ભાઈ જ છે. જે જ્ઞાનગુણ અરૂપી, કર્મ અરૂપીના ભાઈ જેવા તે જાણવાની આપણી તાકાત નથી. અંધારૂ હોવાથી ચક્ષુને વ્યાપાર કરવાની તાકાત નથી, તેમ આત્મા પિતાના સ્વરૂપે રહેલું જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ પોતે દેખી શકે નહિં. શરીરમાં રહેલા, રૂપ, આકાર જણાવનાર ઇન્દ્રિયની પ્રવૃત્તિ તે વિષયમાં ન હોવાથી આત્માને જાણી શક્તા નથી, તેમ આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, વિર્ય ગુણો સાધનના અભાવે જાણી શકીએ નહીં, અહીં આત્માને અહંપણે અનુભવથી જાણીએ છીએ છતાં જાણવા માટે જોઈતું જ્ઞાન, સમ્યકત્વાદિક જાણવા માટે શક્તિ આપણામાં ન હોય અને ન જાણી શકીએ, તેટલા માત્રથી આત્મા નથી, તેના ગુણ નથી એમ માનવા તરફે દેરવાય જ નહીં. સાધનને સદ્ભાવ છતાં આપણું વિષયમાં કેટલી ચીજ ન આવે. આ હાથે બે મણ ઉપાડવાની તાકાત છે તાકાત આત્માના પુદ્ગલમાં છે, બે મણ વજન ઉપાડે ત્યારે કાર્ય દ્વારા શક્તિ જોઈ માપી શક્યા.. યંત્રો કાઢયા તે દબાવવા દ્વારા શકિત માપી, સાક્ષાત્ શકિત કોઈ જોઈ શકતા નથી. ઘડીઆળ પાણી વિગેરે પ્રત્યક્ષ દેખીએ છીએ, તેમ શક્તિ આપણે વિષય ન હોવાથી દેખી શકતા નથી. શરીરમાં રહેલું રૂપ, ગુણ, આકાર સાધન ન હોવાથી દેખી શકતી નથી, તેટલા માત્રથી શરીર નથી, આત્મા નથી એમ કહેવા કે માનવા તરફે લલચાય નહીં. રૂપી દ્રવ્યમાં દ્રવ્ય જણાય છતાં ગુણ ન જણાય. અંધારામાં કસ્તૂરી નથી એમ મનાય જ નહીં, કસ્તૂરીને એક જ ગંધગુણ જણાયે, કણીઓ આકાર રંગ, અંધારામાં જણાવ્યા નથી, એટલા માત્રથી, કસ્તૂરી દ્રવ્ય છે એમ માનવા તૈયાર થયા, એક પણ ગુણ જણાય તો ત્યાં પદાર્થ છે એમ માનવાનું સાધન છે, જે કસ્તૂરીનું પુગલ ન જણાતાં માત્ર ગંધ આવવાથી કસ્તુરી છે એમ સાચી રીતે માનવાને તૈયાર છીએ, તેમ આત્માને ચૈતન્યગુણ માત્ર ધ્યાનમાં આવે, આત્માને લાગેલાં કર્મો ભલે ન જાણીએ તે પણ આત્મા છે એમ માનવા બંધાએલા છીએ. આત્મા સમાન છતાં અરિહંત અને ગુરુઓ પૂજ્ય કેમ?
આત્મામાં કૈવલ્યજ્ઞાન, તથા કેવલદર્શન છે; ક્ષાયિક સમ્યગદર્શન ને અનંતવીર્ય છે, તે નથી જાણતા, માત્ર ઇદ્રિયથી ચૈતન્યદ્વારાએ આત્માને માનવા બંધાએલા છીએ. ચાહે ભવી કે અભવીને આત્મા હોય,