________________
૩૬૭
પ્રવચન ૩૯મું પણ હીરાને રાગી છે. હીરો શબ્દ બોલવામાં, હીરો લેવા મેલવામાં પ્રીતિ ધરવામાં, આમાં નાના છોકરા કે ઝવેરીમાં ફરક નથી. ફરક હીરાનું સ્વરૂપ જાણતા નથી તેથી. હીરો બોલ્યા, માન્યા છતાં પ્રવૃત્તિ ક્ય છતાં હાથમાં રહેલા હીરાનું સ્વરૂપ જાણતા નથી. સ્વરૂપ ન જાણવાથી, માને છે હીરો, રાગ હીરાને છે, પ્રવૃત્તિ હીરાની છે, કાચના કટકા પેટીમાં મૂકી બંધ કરી રાખે છે. રાગ હીરા જેવો છે. શબ્દમાં જાણવામાં, માનવામાં, પ્રવૃત્તિમાં કશામાં ફરક નથી, ફરક માત્ર હીરાના સ્વરૂપ જાણવામાં. છોકરો હીરાનું સ્વરૂપ જાણ્યા વગર હીરે બોલે, જાણે, માને, પ્રવૃત્તિ કરે. જ્યારે ઝવેરી હીરાનું સ્વરૂપ જાણ શબ્દ બોલે, માને, પ્રવૃત્તિ કરે. તેમ જીવ શબ્દ બોલે છે, જાણે છે, માને છે, પ્રવૃત્તિ કરે છે, એ બધું છતાં તેનું સ્વરૂપ વિચારતો નથી. કદાચ કહેશે કે, આત્માને જાણીએ છીએ તે તેના ગુણો જણાતા નથી? ડાભડી જોઈ, જાણે તે તેનાં કાલાદિક ગુણ સાથે જાણવામાં આવવા જ જોઈએ. હું જ્ઞાની, સુખી, દુઃખી, આપણે બોલીએ છીએ જે આત્મા જણાય છે તે તેને ગુણે કેમ જણાતા નથી? આ શંકા થવી સ્વાભાવિક છે. ગુણે નહી જાણવાથી આત્મા હશે કે નહીં? એ સંશય થશે. અંધારામાં શરીરની અપેક્ષાએ, મારું શરીર જાણીએ છીએ કે નહીં? અંધારામાં શરીર દ્રવ્ય નથી જાણતા તેમ નહીં કહી શકે. શરીરને ચૂંટી ભરે, ટાઢ વાય, વીંછી કરડે તો તરત માલમ પડે. જે શરીરને ન જાણતા હે તે ચૂંટી વિગેરે કેમ માલમ પડી? માટે શરીરને અંધારામાં પણ જાણીએ છીએ. શરીરને અંધારામાં જાણ્યા છતાં અંધારામાં શરીરને રંગ, લક્ષણ, ગુણ જણાતો નથી. અનુભવે તે સ્મરણ જાણ નથી. પિતાના શરીર દ્રવ્યને બરાબર જાણે છે છતાં શરીરનો જે રંગ તે રંગને નથી જાણતો, શરીરને આકાર નથી જાણતો. શરીરને રંગ અને આકાર અંધારાના લીધે ન જણાય તેટલા માત્રથી શરીરનું જ્ઞાન થયું નથી એમ કહી શકાય ખરૂં? પૂરણજ્ઞાન નથી થયું એમ કહી શકાય તો શરીરદ્રવ્ય ખોટું ? ગુણો ન જણાય, ઓછા જણાય, તો પણ દ્રવ્ય જાણું શકાય છે. કદાચ કહો કે અંધારામાં ચક્ષુને વિષય નથી, એ રૂપ ચક્ષુને વિષય છે, અજવાળા સિવાય ચક્ષની પ્રવૃત્તિ ન થવાથી શરીરને રંગ અંધારામાં દેખાતે નથી, તેમ આત્મા અરૂપી તેના ગુણે અરૂપી તેને લાગેલા કર્મો