________________
પ્રવચન ૩૭મું
૩૪૩ ચડે તેથી સામે મરી જશે તેને વિચાર નથી. માત્ર હથિયારને ઉપયોગ કરે તેટલી જ સમજણ, બીજાના નુકશાનને વિચાર કરે નહીં. જે હંમેશા કતલથી ટેવાયા, ખાટકી, કસાઈઓને ગાળ બોલી જાય તો ફટ છરો કાઢે, ગરાસીયાને ગાળ દીધી હોય તો જમાઈ કાઢી પ્રાણ લે. વિવેકશૂન્ય હથીયારનો ઉપયોગ કરી નાખે છે. તેમ આપણને કારણ આપ્યું. કોધ કર્યો તો આપણે પરિણામ ન વિચાર્યું, તો આપણામાં ને કાળાનાગમાં ફરક ? તેમાં પણ અણસમજુ ગુન્હેગારીમાં આવે તે બમણું ગુનેગાર બને છે, તેમ આઘા મુહપતી આવી ગયા તેથી નહિં બચી જઈશું, દુર્ગતિને આને ડર લાગતે નથી. ડર જનતાને લાગે છે, ડશીથી દુર્ગતિ નથી ધ્રુજતી. જેના વચનને આધારે દેવતાઓ કાર્ય કરી દેતા, જે મહાત્માના પ્રભાવે નગરના જળ પ્રવાહ ઉલટા વહેવા માંડયા હતા, તે કોધમાં ચલ્યા તેવા તપસ્વી મહાત્મા સાતમી નરકે જવાવાળા થયા. જેના વચનને આધીન દેવતા, જેના પ્રભાવથી નગરની ખાળે બીજે વહેવા લાગી, તેવા પ્રભાવશાલીને સાતમી નરકે જવાને વખત આવ્યે, તમારી પ્રતિજ્ઞાથી દુર્ગતિ ડરવાની નથી. જેમ સાધુ સાધ્વીઓએ તેમ શ્રાવક શ્રાવિકાઓએ ધ્યાનમાં રાખવાનું કે તમારા ચરવળાથી દુર્ગતિ ડરતી નથી.
હવે આપણે ચાલતા વિષયમાં આવીએ. તપાસવાનું કે જે અંતર મુહૂર્તના કાધમાં કોડ પૂરવનું સંજમ બળી ભસ્મ થઈ જાય તો આપણે કઈ સ્થિતિમાં ? જે અગ્નિમાં પહાડનાં પત્થરો બળી રાખડે થાય ત્યાં પુણીનો શો હિસાબ? જે કોધમાં ઝાડ પૂરવનું સંજમ બળી ખાખ થાય, તો અત્યારનું સંજમ તેના કરતાં માત્ર. પ-૧૦-૫૦ વરસનું, તેનો શે હિસાબ? “કાંધે કોડ પૂરવતણું સંજમ ફળ જાય.” આ વાકય બોલે છે પણ ક્રોધ ચડે ત્યારે આ વાકય કેમ ભૂલી જવાય છે? વિદ્યાર્થી સવાલ પૂછે ત્યારે પરીક્ષામાં જવાબ ન દે તો ભણેલું શા કામનું ? તેમ આ વાક્ય શાસ્ત્રકારે ક્રોધ કમી કરવા માટે, ખસેડવા માટે કહ્યું. આપણે તેનો અમલ ન કરીએ, ક્રોધ સજજન છે તેની ઉપર નજર જાય તો ઊભું રહેવા તૈયાર નથી. ક્રોધ એ સજજન છે કે તેના ઉપર નજર નાખો કે-“ઝાધ આવ્યા.તેમ નજર નાખે તો તરત ભાગી જાય. પણ આપણે નજર નાખવામાં આળસુ પછી સજજન હોય, ચોરી કરવા આવ્યો ત્યારે મેં ઢાંકી ઊંધી જઈએ તો સ્થિતિ શી થાય? તેમ ક્રોધ આવે ત્યારે સામું નજર ન કરીએ