________________
૯૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
નથી તે। એને કંઇ નથી. હવે કદાચ એમ કહેશો કે ભૂખ - તરસ નથી, તેથી ખાવા પીવાનું કંઇ નથી. હવે કદાચ એમ કહેશેા કે ભૂખ તરસ નથી. તેથી ખાવા પીવાનું ન હાય, સ્ત્રીની ઇચ્છા ન હોય પણ તેમને સુખ શું? શાસ્ર દ્રષ્ટિએ સમાધાન આપું તે પહેલાં નાટક છે તે દુનીયાને ભેળી કરે છે.
નાટકના થિયેટર પાસે ધમસ્થાના કેટલા અને બદ્રીસ્થાના કેટલા ?
દુનીયામાં ખૂણે ખાચરે જે બદી હોય તે નાટકમાં હોય, નાટક તો દુનીયાના આરીસા છે. આરીસામાં જેવું હોય તેવું દેખાય. દુનીયામાં હોય તેવું દેખાય. ધર્મ અધર્મ ન્યાય અન્યાય બન્ને નાટકમાં દેખાય. લગીર લક્ષ્ય દેવાની જરૂર છે. નાટકના થીએટર પાસે ચાવાળાની તે કંદોઇની દુકાન હોય છે કે તેની પાસે દેરા અપાસરા હોય છે? ત્યાં આવનારા ચા નાસ્તા જૂગારના તથા રંડીબાજીના ખપી હોય છે. તેને રાજી કરવા માટે આ ઉભું થએલું છે. હવે તેમાં શું હશે ? જગતમાં નાટક આરીસા છે તેથી ધર્મ-ધર્મ બન્ને હેય પણ કયા મનુષ્યો માટે આ નાટક ? દુનીયામાં તમામ બદીનું સ્થાન નાટક. તે સ્થાનમાં તમે જાઓ છે. ત્યાં જવાવાળા એટલું જરૂર જાણે છે કે આ જુઠું છે. ભજવી બતાવવાનું છે. ભજવી બતાવવામાં આવશે એટલે વસ્તુતાએ નથી. જે જોવા જાએ છે તે જાહું બદીનું સ્થાન છે. તે જોવું તે ઉજાગરો વેઠીને ખરી બદીની પાર્ટી બાર અને એક પછી. બાર એક વાગ્યા પહેલાં સારી પાર્ટી નહીં આવે. ઉજાગરો વેઠ્યા છતાં રૂપિઆ ખરચીને વળી બીજે દહાડે ધંધા ઓછા થાય, ધંધાને ધકકો વાગે રૂપિઆ ખરચાય, ઉજાગરો થાય, બદીઓ વધે એવી જગા પર કર્યું સુખ ધાર્યું કે પૈસા ખરચી નાટક જોયા ? માત્ર જોવાનું અમૂકની જાઢી હકીકત. આટલા દુ:ખમાં તમે સુખ માન્યું તો જેને ત્રણ કાળના સર્વ બનાવનું દરેક સમયે દેખાવું થાય તેને આનંદ કેટલા હોવા જોઇએ. દેવતાઈ નાટકમાં એક નાટકમાં બે હજાર વર્ષ નીકળી જાય. તેવા સર્વનાટકો સમયે સમયે દેખાય તેને સુખ કેટલું હોવું જોઇએ. સાચા બનાવો સર્વકાળના દેવતાઇ નાટકો જેની આગળ નાચી રહ્યા હોય તો તેના સુખને પાર કર્યો ? કહ્ય. એક ચશ્મા તમને લગાડે, તે અહીં બેઠા તાર’ગા જુઓ તો તમને કેટલો આનંદ ! ૨૦-૨૫ ગાઉ છેટેની ચીજ દેખાય છે તે આનંદ થાય, તે દરેક સમયે લોકાલાક દેખાય તેને આનંદનો પાર કયો ?
આ તમારી અપેક્ષાએ
હવે શાસ્ત્રની રીતિએ આવીએ. જેમ આત્મા શાન સ્વભાવગંત છે, તે શાન શાનાવરણીયે રોકયું, તેથી શાન રોકાયું છે. શાન સ્વભાવ હોવાથી અનંત શાન સ્વભાવ છે. તેમ આત્માને સુખ સ્વભાવ હોવાથી અનંત સુખવાલા જ આત્મા છે. કદાચ એમ થશે કે, આત્માના શાન સ્વભાવને શાનાવરણીય રોકે છે. દર્શન સ્વભાવને દર્શનાવરણીય રોકે છે. વીતરાગતા ને મોહનીય કર્મ રોકે છે. અનંતવીર્ય ગુણને અંતરાય કર્મ રોકે છે. પણ