________________
પ્રવચન ૩૩ મું
૩૦૫ જડમૂળથી ઉખડી જાય તો પણ સાવચેત થાવ તો તમારે ઉપકાર કરે, એ બધું ક્યારે ? તમારામાં રામ જઈએ, માયા અને તમે ધર્મ રત્નના અર્થી હો, તમારામાં ધર્મરત્નનું અથાણું હોય તો, પોતે સુકાઈ જઈ હિત કરવા તૈયાર છે. તમે છાકટાપણું ન છોડે તો, એ ગોપાળી ગાંડો નથી કે તમે ગાંડા રહો ને તેનું પોતાનું પણ બગાડે. પછી આ દેખે કે આને રાજી નથી. અંગ્રેજોએ આજકાલના રજવાડાને રંડીબાજીમાં નાખી માન–ચાંદ આપી ખુશ કરી દીધા. પછી ઉપરની સત્તા પિતાનું શું કરવા બગાડે ? તેમ આ વકીલ દેખે કે, છાકટ અસીલ મળે છે, અફીણીયાને પાંચ પકવાન મલે પણ ડબી ન મળે તો બધું નકામું છે, તેને તો અફીણની ડબી દેખાડે પછી
રોટલો આપો તો પણ શેઠ સારા. લાડુ, દૂધપાક આપનાર શેઠ સારા નહીં, દાબડીએ શેઠ સારા. આ જીવ પુણ્ય, પાપ કેમ બંધાય તે ન વિચારે અને વિષયને અફીણી થાય ત્યારે શેઠ દાબડી જ દેખાડી ઘે, પાંચ પકવાન મન રાજી કરનાર ન થાય, આ શરીર સુકવી તમારા બદલે હેરાન થાય તો પણ તેમને તેની ગણતરી નથી, તમને તો આ દુનિયાદારીની જે ઉપાધિ ગણાય છે, તેમાં લગાર વધારે થાય તો રાજી છે. એ ઉકરડામાં, કચરામાં વધારો ન થાય તો રાજીપ નથી, અફીણી ભાણું દેખતો નથી, ડાબડી દેખે છે. જ્યાં આવી સ્થિતિ છે ત્યાં પુદ્ગલ પિતાનું શરીર પુષ્ટ કેમ ન કરે ? તમે જ્યાં અફીણીયા બને ત્યાં પુદ્ગલ શું કરે ? જે તમે ધર્મરત્નના અર્થી બને તો આ શરીર સુકાઈ જવા તૈયાર છે. ઘર્મરત્ન અને ચિંતામણિરત્નમાં અધિક કોણ ? :
હવે ધમને રત્ન કહ્યું તે વાદી છેટું કહે છે. રત્નચિંતામણી લે પણ તે દરેકમાં એ દશા છે કે માગે તે મળે, કલ્પના ન આવે, માગણી ન કરો, તે આપવાની તાકાત ચિંતામણીમાં પણ નથી. જે વસ્તુ તમારી જાણમાં ન હોય તેવી વસ્તુ ચિંતામણી આપી શકે નહિં, પણ આ ધર્મરત્ન તમે જાણો નહીં, માગો નહીં એવી પણ વસ્તુ લાવી હાજર કરે. પ્રયત્નોથી જે બની શકે નહિ, કલ્પના પણ ન થાય, તેવી વસ્તુ સાક્ષાત્ બનાવી દે. ગાયકવાડને પૂછીએ કે જ્યાં સુધી રેસીડેન્ટ તમને લેવા ન આવ્યા હતા, તેના પહેલે દહાડે તમારા
૨૦.