________________
પ્રવચન ૩૫ મું
૩૨૫ સંસારમાં વ્રત ન કરીએ, નિયમ ન કરીએ, ન કરવાની પ્રતિજ્ઞા ન કરીએ તે પણ પાપ છે. તેથી તીર્થકરોએ ઘરને ત્યાગ કરી, સાધુપણું લીધું. તેઓ કાયર ન હતા. કહે કે કંપનીમાંથી નીકલ્યા સિવાય અણુગારિતા આવતી નથી. પાપની સ્થિતિ આ જગતમાં પરાણે વળગવાવાલી છે. એમાં પ્રતિજ્ઞા કરી રાજીનામું દઈએ તે બચીએ. પુણ્યના ઉદયે મળનારી ચીજોની પ્રતિજ્ઞા કરવાની, ધન, ધાન્ય, સુવર્ણ, રજત, દ્વિપદ, ચતુષ્પદ, વગેરે પરિગ્રહના પચ્ચકખાણ, તેમ ચોથા વ્રતના વિષયનાં પચ્ચકખાણ, પુણ્ય જેગે મળનારી વસ્તુના પચ્ચકખાણ ન થાય તે ક્ષણે ક્ષણે પાપથી ભરાઈએ. પાપ ન કર્યા છતાં પચ્ચકખાણ ન કરીએ તે પાપથી ભરાઈએ, એ જગે પર પાપના ઉદયે થતી વસ્તુના પચ્ચક્ખાણ નથી, ઉપવાસ કરવાના પચ્ચખાણ હોય, પણ ૨૪ કલાક ભૂખ્યું ન રહેવાની પ્રતિજ્ઞા કરી. આને પચ્ચક્ખાણ ગણે એવું આને કાં ન ગણે ? તમે સ્ત્રી ગમનને ત્યાગ કર્યો. એકે જરૂર સ્ત્રીગમન કરવું તે નિયમ કર્યો, તે કહે પુણ્ય ઉદયે મળનારી ચીજના પચ્ચકખાણને નિયમ. પાપ ઉદયે મળનારી સહન કર, ક્ષુધા પરિષહ રાખે પણ, જનપરિષહ ન રાખે. શીતપરિષહ રાખ્યો પણ દડા પરિષહ રાખ્યો? પુણ્યને ઉદયે મળેલી સામગ્રીને દૂર કરે, પચ્ચક્ખાણ કરે તે બંધાતા-આવતા કરમથી બચે. પાપના ઉદયે પાપના અંગે જે ચીજ મળે તે કાયમ રાખો, સહન કરો તે જ ધર્મ, પાપના ઉદયે થએલી ચીજને ન ખસેડવામાં ઉત્તમતા, આ બે જમે ઉધારના ખાતા વિચિત્ર છે. સંપત્તિ ફસાવનાર, વિપત્તિ પાપ નાશ કરનાર છે :
શ્રીમંતોને સદ્દગતિ આપનાર હોય તે કેવળ માગણે. માગણે ન હોય તે શ્રીમંતને સદ્ગતિ છે જ નહિ. તેમ આ આત્માને પાપથી હલકા કન્સ્ટાર આપત્તિઓ છે, શ્રીમંતેને દુર્ગતિમાં રખડાવનાર શ્રીમંત ગઠીઆઓ, તેમ આ આત્માને રજળાવનાર પુણ્યના સ્પર્શાદિકના સુખે. આ તે લલચાવી ફસાવનાર સંપત્તિ. સફેદ ધૂતારો, સંપત્તિ સફેદ ધૂતારા, જે પુણ્ય લૂંટી લે છે, જ્યારે વિપત્તિ પાપ નાશ કરનાર છે, તે સમજ પડતી નથી તે સામા ક્યારે જઈશું? મહાવીર પરમાત્મા મગધ દેશમાં વિચરી રહ્યા છે, તેમને મહિમા ત્યાં છે, ત્યાં