________________
પ્રવચન ૩૬ મું
૩૨૭
પ્રવચન ૩૬ મું
સંવત ૧૯૯૦, શ્રાવણ સુદી બારસને ક્ષય, ૧૩ બુધવાર
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં આગળ જણાવી ગયા કે આ સંસાર સમુદ્રમાં રખડતાં રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. એટલું જ નહિં પણ પ્રાપ્ત થયા પછી ટકવી ઘણું મુશ્કેલ છે, મળ્યા પછી તે ચીજ હમેશાં ટકી શકતી હોય તે તેના ભરેસે રહી ન શકાય. અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય થતું હોય તે હવે નિર્ભય, કંઈ ફિકર નહીં, આવતે ભવે કરીશુ, પણ એ ક્યારે રહે? મુશ્કેલીથી પ્રાપ્ત થયેલું મનુષ્યપણું ટકી શકતું હોય તો પણ તે ટકતું નથી, તે ભવની અપેક્ષાએ ચંચળ-જીવનવાળું, તેથી ભગવાને ૯૮ પુત્રને ઉપદેશ કરતાં એ જણાવ્યું કે આ મનુષ્ય ભલે મનુષ્યપણું પામ્યા છે પણ નાનાં નાનાં બાળકો પણ ઉપડી જાય છે. જે બિચારો ઉત્તમ કુળજાતિમાં ઉપ, બધું મેળવ્યું અને પાંચ સાત વરસની ઉંમરમાં મરી ગયે તે શું મેળવ્યું? કહે પહેલે દહાડે સટ્ટામાં કમાયે, પાંચ, સાત દિવસમાં ઑઈ નાખે તે શું વસાવે? કહે છાતીમાં બળતરા વસાવે. લક્ષ્મી આવી ન હોત તો તેટલી બળતરા ન રહેત, જેટલી આવી અને ગઈ. તેમ “સુ ” નાના બાળકપણાની અવસ્થા મહિના અગર બે ત્રણ વર્ષની ઉંમરમાં ચાલી ગયે, અમુક ઉંમરે મરણ નહીં એ નિયમ નથી. સરકારી કાયદામાં કહી શકીએ કે આઠ વર્ષ પહેલા સજાનું
સ્થાન નથી. એક વખતે તેના હાથથી ઝેર દેવાઈ જાય, કોઈ તેના ચપુથી મરી જાય, સાચો હીરે ઉપાડી લાવે તે પણ તે સજાપાત્ર નથી, મનુષ્ય સાત વરસ નિર્ભય, પણ કુદરતી મોતની સજા માટે ક્ષણ પણ નિર્ભય નથી. સાતથી ચૌદની અંદર જુવે. બુદ્ધિપૂર્વક ગુન્હો કર્યો છે કે કેમ? બુદ્ધિપૂર્વક ગુન્હો કર્યો હોય તે સજા પાત્ર, તે ચૌદ વર્ષની અંદર હોય છતાં કાયદો ગુન્હ કહે તે પણ તે બેગુન્હેગાર. મનુષ્યના પંજામાંથી ચૌદ વરસ સુધી બચી શકે પણ માતાના પંજામાંથી કઈ વખત બચે તેવું નથી. બાળકે પણ મરી જાય છે, ક્વી બાળક દવા, કુપચ્ય સમજતો નથી તેથી તે વખતે કદાચ ચાવી