________________
૩૩૬
આગદ્ધારક પ્રવચન શ્રેણી શહેરમાં જવાવાળાઓ જે લુચ્ચાથી બચી શકે તે બે પૈસા કમાઈ બચાવી શકે. સાવચેતીમાં ન રહે, શરાબર, રંડીબાજ, સોનેરી ટેળીની સોડમાં ભરાય તે ઉલટું ઘરનું ના વેચે તે જીવ પરાણે રહે, બદીની બેડીમાં બંધાઈ ગયે તે શહેર વેઠયું છતાં, શ્રેયસ્કર થયું નહીં. એ માટે મુંબઈ બંદરમાં કમાણી જબરજસ્ત છે, એકીસાથે કરડેને ચેક લખનાર, મોટા બંદરમાં જ મળે, તેમ મોક્ષ મેળવી આપવાની તાકાદ આ બંદરમાં જ છે, એકેન્દ્રિય, ઢોર, ઢાંખર, નારકીના ભવમાં મોક્ષ મેળવવાની તાકાત નથી. આખા દેશનું પ્રથમ નંબરનું બંદર. અહીં એકીસાથે કરડેને ચેક લખનાર મળી શકે એટલે વેપાર ખીલે છે, પણ બદીની બેડીમાં ન બંધાય તેવાના નસીબને. કરોડોની મિલક્ત બંદરમાં ખાલી થાય, ગામડામાં રહેલાની કરોડની મિલક્ત, પેઢીઓની પેઢી ખાતા ખૂટે નહીં, પણ બંદરમાં બે કલાકમાં કરોડોના ચેકની જેમ ત્યાં મુક્તિ મળે, તેમ કરોડ પર પાણી ફેરવવાનું પણ ત્યાં જ. મોક્ષ મેળવો, સર્વાર્થ સિદ્ધ જેવું સ્થાન મેળવવું તે આ જ બંદરમાં, બીજે નહીં. એ સાથે પાયમાલી પણ ત્યાં જ. સાતમી નરક જેવા સ્થાને હેરાન થવા જવાનું પણ અહીંથી. નારકી, દેવતા, તિર્યંચ સાતમીએ જતા નથી. સાવચેત રહો તે સિદ્ધિ મેળવ, ભેટ રહે તે ભુંજાઈ જાવ. એટલા માટે જ શાંતિસૂરીજીએ જણાવ્યું કે-એવા મનુષ્યપણામાં આવ્યા છતાં સત્ય ધર્મરૂપી શ્રેષ્ઠરત્ન હાથમાં આવવું ઘણું મુશ્કેલ છે, એવું મળેલું ધર્મરત્ન તેની કિંમત, ઉપગ, ફળ સમજે ને તેને લાયક બને. હવે તે લાયક શી રીતે જીવ બને તે અધિકાર આગળ બતાવવામાં આવશે.
(ચૌદશના આચાર્ય મહારાજની તબિયત સારી ન હતી.)