________________
૩૩૪
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી ઓગતેર લાખ ગણી નક્કી કરી છે. બારીક રજના આટલા કટકા નક્કી કર્યા, તે ત્રીશમા ભાગની ગણતરી ક્યાંથી રહી? યંત્રદષ્ટિવાળો અઢી કેડ કટકા કહે તે પછી ઈથરની અપેક્ષાએ આને આગલને અસંખ્યાતને ભાગ કહે તેમા આશ્ચર્ય શું?
અનંતાના પ્રયત્ન મળેલું બારીક શરીર :
તે શરીર બનાવે કે એક સો કે અસંખ્યાત જીવો નહીં પણ અનંતા જીવે મળી ઉધમ કરે ત્યારે આટલું શરીર થાય, પહેલવહેલા સાધન સામગ્રી કેટલી ઓછી હતી તે તપાસજો. અનંતા જીવો મહેનત કરે ત્યારે અસંખ્યાતમાં ભાગનું શરીર મળે, તે સાધન સામગ્રી કઈ ? આવી અલ્પ સામગ્રીમાં અનંતા કાળચક રખડ્યો, પણ એવી ને એવી સૂક્ષ્મકાયા દષ્ટિના વિષયમાં નહીં. આગળના અસંખ્યાતમાં ભાગનું શરીર અનંતા વચ્ચે એક, તે પણ સૂક્ષ્મ શરીર, આવી સાધન સામગ્રીના અભાવમાં અનંતાકાળ કાઢ્યા. ત્યાર પછી દેખી શકાય તેટલું શરીર વધ્યું, આટલી સાધન સામગ્રી વધી. અનંતા વચ્ચે સૂક્ષ્મને બદલે સ્થૂળ શરીર મળ્યું, તે લીલ ફેલમાંથી આગલ ચાલ્યા. તેમાં પણ અતી ઉત્સર્પિણી રખડ્યા, એમાંથી આગલ વધ્યા એટલે એક જીવને આંગળના અસંખ્યાતમાં ભાગનું શરીર મળ્યું. અકામ નિર્જરાથી આગળ વધે, પૃથ્વીકાયાદિકમાં આવે તેમ અસંખ્યાત, ઉત્સર્પિણ, અવસર્પિણું રખડી આગળ વધે તે આગળના અસંખ્યાતમાં ભાગ જેટલું સ્થૂળ શરીર, જે પાછળ ન પડ્યો તે વનસ્પતિમાં સુખદુઃખની લાગણી દેખી કબૂલ કરવું પડશે કે પરિણામવાળે જીવ છે, તે પરિણામની સુંદરતા અસુંદરતા રહેવાની જ, તે પછી સુંદર પરિણામવાળો આગળ વધે, અસુંદરવાળો પાછળ હઠે.
મહાકમાણીનું સ્થાન મનુષ્ય પણું
તમારી શેરીને કૂતરો રોટલો ખાય છે, કેટલાક એવા કૂતરા હેય છે કે છોકરા માથે ચડે તે પણ ન કરડે. કેટલાક નજીક જાય તેટલા