________________
૩૨૦
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી પુન્ય ખાતી જાય, ભાડા પેટે લીધેલા મકાન, કબજામાં રહે તેટલા દહાડા ભાડું ભરવું પડે, તેમ પુન્ય ભાડે લીધેલી ચીજ, જેટલા દહાડા સંપત્તિ રહે તેલી પુણ્યાઈ ખવાય. ૧૦૦ વરસ સંપત્તિ રહી તે ૧૦૦ વરસ પુણ્ય ખવાયું, જેટલા કલાક સંપત્તિ સુખ સાહ્યબી રહેવાના, તેટલા વરસ, કલાક આત્માના પુણ્યને ખસેડવાના, વિપત્તિ ચર કાઢે, સંપત્તિ પુણ્યને હઠાવે. શાણે કોને સારું ગણે? મનુષ્યભવમાં એ વિચાર કરવાની તાકાત છે કે, સંપત્તિસુખ પુણ્ય ખાનાર, આપત્તિ-દુઃખ પાપકચરાને સાફ કરનાર છે, પુણીઓ શેઠ ૧૨ કડા જેટલું જીવન સાધન કરતા હતા, શ્રેણિક મગધને માલિક કેટલું સુખ સાધન ધરાવતે હતે? આમાં લાખોના આશામી કેટલા? કેટલા ધર્મ કરે છે? સંપત્તિ વગરના ધર્મપરાયણ દેખીએ છીએ. કહે સંપત્તિ હશે તે મહેલ-મોટર વસાવવાના છે, સંપત્તિ એ જીવને ઘેલછા કરાવનારી ચીજ છે. નિકાચિત કહેવાનો હક્ક છેને? :
કઈ પણ કર્મ ભેગવવું જ પડે તે નિયમ નથી. નિકાચિત ન છોડવા માટે જ ધારી લેવું, છોડવા માગે તે ન છૂટે તે નિકાચિત, પુણ્ય નિકાચિત કર્યું? જેમ નંદીષણજીએ દીક્ષા લીધી, પરિણામનો પલટ થયે. ત્યારે ઝેર ખાધું. આપઘાતને ઉદ્યમ કર્યો છતાં ન મર્યા શાના માટે ? સંયમના બચાવ માટે, વ્રતરક્ષણ માટે પડતું મેલ્યું, પણ મરણ ન થયું, ત્યારે તેનું નામ નિકાચિત કર્મ. છોડવું નથી માટે નિકાચિત કહે છે, છોડવા માગે ને ન છૂટે. તે નિકાચિત, નિકાચિત કયારે માલમ પડે? છોડવાને સર્વ ઉદ્યમ કર, છતાં ન છૂટે. થાંભલાને બાથ ભીડવી છે ને થાંભલે મને છેડતો નથી કહે છે. નિકાચિત કહેવાનો હક કોને? કર્મને જાણે તેને. જ્ઞાની મહારાજ નિકાચિત્ત કર્મ દેખે, આતે નિકાચિતના બાને ટૅગ કરે છે. સંસાર છોડી પર્વતની ગુફામાં ગમે ત્યાં પણ મેહનું કુટુંબ આવી પહોંચ્યું તેવી જગે પર નિકાચિત ગણાય, મૂળ વાતમાં આવે, સંપત્તિ જેટલા ક્ષણ, કલાક, દિવસ વરસ આપણે પાસે રહે, તેટલા ક્ષણ, કલાક, દિવસ, વરસનું અન્ય લઈ જાય. જેટલી ક્ષણ–દિવસ, વરસ આપત્તિ રહે તેટલા કાળના પાપનો નાશ થાય. તમે ઉલ્કાપાત કરે તે પાપ વધે, તેને સ્વભાવ પાપ ઘટાડવાનું છે, તેને સ્વભાવ પાપ ઘટાડવાનું ન હતું તે.