________________
પ્રવચન ૩૫ મું
૩૧૯ ખાવાનું શું? તેવું જ અશુચિ. આવા પદાર્થોથી ઉત્પન્ન થયેલી એક મદીની કાયા. આવી માટી પેટે ધર્મરૂપી કેહિનૂર આપણે લઈ શક્તા નથી. કચરાની મમતાએ કલ્યાણરૂપ કેહિનૂરની બેદરકારી કરીએ છીએ, આ વિચાર કેવળ મનુષ્યભવમાં હોય. જ્યારે આ સ્થિતિ ન આવે તો શું થાય ? પડેલા કાંટાની પંચાત કરે, પણ બાવળીયાને બાળવાને વિચાર ન કરે. પુણ્યની ચોરી કરનાર સંપત્તિઓ :
વર્તમાન કાળના દુઃખને દૂર કરવા કટિબદ્ધ થઈ મહેનત કરે, પણ ભવિષ્યમાં આ દુઃખ ન આવે તે માટે તલભાર પણ પ્રયત્ન કરતો નથી. ત્રણ ગતિમાં આવેલા દુઃખને દૂર કરવા તૈયાર થાય, ત્યાં કલ્યાણ માટે પ્રયત્ન કરવા મહેનત લે ક્યાંથી ? હવે મનુષ્યભવરૂપી દ્વીપમાં આવ્યો છતાં પથરાએલા કાંટાની પંચાતમાં આખું જીવન ખોઈ નાખે; પછી બાવળીયાને બાળવાને વિચાર આવે જ કયાંથી? જે તે વિચાર ન આવે તો તે જીવને એટલે તો ખ્યાલ આવે જ કયાંથી ? અરે આ કાંટા મને હેરાન કરે છે પણ ચોરને પણ આજ કાંટા હેરાન કરશે. ચોર આવતો રોકવા માટે આ એક સાધન છે. તેમ અહીં પણ જે કાંટા પિતાને વાગે છે, તે કાંટાથી ચારથી રક્ષણ થશે, તે ધારણ કેઈકને જ હોય છે, તેમ મનુષ્યભવમાં આવતી આપત્તિઓ શ્રેયસ્કર છે તે ધારણા કોઈક જવલે જ માણસને હોય છે. સંપત્તિને શ્રેષ્ઠ નહીં ગણે, તે કરતાં અધિક આપત્તિને શ્રેષ્ઠ ગણશે. કારણ સંપત્તિ ચોર છે, પુન્યકર્મની ચોરી કરે છે, જેટલી સંપત્તિ આવે તેટલી પુન્યકર્મની ચોરી થાય, આપત્તિ કચરો કાઢી જાય. ઘરમાં ભરાયેલા કચરાને કેઈ કાઢી જાય તેને આપણે પગાર આપીએ છીએ. જે કચરો આપણાથી કાઢી શકાય નહીં, એવા કચરાને કેઈ કાઢનાર મળી જાય તો પૈસા આપીએ છીએ. તેમ આવી પડતી આપત્તિઓ આત્માને સાફ-નિર્મળ કરે છે, પાપરૂપી કચરો સાફ કરતો હોય, આત્માના આંગણાને નિર્મળ કરતો હોય તો દુખે, કે વિપત્તિઓ, તે સિવાય આત્મામાં ભરાએલ કચરાને સાફ કરનાર કોઈ નથી. સંપત્તિ ધાડપાડુ છે, ધાડપાડુઓ આપણી અજ્ઞાનતાને-પ્રમાદને લાભ લે છે, તેમ સંપત્તિઓ આત્માની અજ્ઞાનતાને, ભેળપણાને લાભ લઈ લે છે. પથરા આવે અને પુણ્ય જાય, સંપત્તિ પુન્યથી આવી, જેટલો કાળ સંપત્તિ રહે, એટલે કાળ