________________
પ્રવચન ૩૫ મું
૩૨૧ આપણે એટલા ઊંચા ન આવત. એકેન્દ્રિયમાંથી અહીં અકામનિર્જરાથી આવ્યા, વગર ઈચ્છાએ દુઃખ ભોગવવાથી અહીં આવ્યા, આપત્તિ પાપને ને સંપત્તિ પુણ્યને નાશ કરનારી ચીજ છે, આ સમજણ મનુષ્યપણામાં મુશ્કેલ તો બીજી ગતિમાં કયાંથી લાવવી? આપણે કહી ગયા કે સંપત્તિ હોય તે ધર્મ સાધના કરે, પણ પૂછું છું કે સંપત્તિના સાધનવાળો મમ્મણશેઠ શું મેળવી ગ? રત્નના બળદોમાં શીંગડાની કિમત શ્રેણિકના રાજ્ય કરતાં વધારે, એ સંપત્તિવાળાને મોક્ષ મળી ગયે? પુણ્યથી મળનારી ચીજના પચ્ચખાણ
સંપત્તિ પુન્ય ખાનારી ચીજ, પાપ ક્યરે કાઢનારી ચીજ, શાસકારે પુન્યથી મળનારી ચીજના પચ્ચક્ખાણ ગણ્યા, પાપથી મળનારી ચીજના પચ્ચખાણ ન ક્ય, પરિગ્રહ, મિથુનના પચ્ચકખાણ ન કરનાર પાપ બાંધે. અને કહે છે કે-“કરે તે ભરે” પણ તે અને ન કરે તે, પચ્ચક્ ખાણ ન કરે તે બન્ને પાપે ભરાય, કેમ? લીમીટેડ કંપની કાઢી, તેને વહીવટ મેનેજર કરે છે. તમે ઘેર બેઠા છો, જેવા પણ જતા નથી. પણ તેના નફા નુકશાનમાં ભાગીદાર છે, આ તમે સંસાર કંપનીના શેર હોલ્ડર, તમે જેનો વહીવટ ન પણ કરો પણ જ્યાં સુધી એ કંપનીના શેરો વેચી રાજીનામું આપી નીકળી ન જાવ ત્યાં સુધી તેના નુકશાનમાંથી બચી શકે નહીં. તેમ સંસારની અવિરતિ કંપનીમાં અવિરતિ તરીકે શેરહાઉડર રહ્યા છીએ, વૈસિરે કહી રાજીનામું ન આપીએ ત્યાં સુધી જરૂર ભાગીદાર બનીએ. તીર્થકર મહારાજ સરખા જન્મથી ત્રણ જ્ઞાનવાળા, નવતત્વ સમજનારા, એવાને પણ સંસારનું રાજીનામું દેવું પડયું, વગર રાજીનામે બચી જવાય તે તીર્થકર સરખાને સાધુપણું લેવું ન પડત. સંસારનું રાજીનામું દે ત્યારે સાધુપણું લેવાય. જો અormજિં ઘgg ઘરથી નીકળી અનગારપણું અંગીકાર કરે. અપાયમાં બેના વિભાગમાં સ્થિર ચીજ ઘર તેથી છૂટા પડ્યા. ઘરનું રાજીનામું આપ્યું, તે પછી આપણું સરખા રાજીનામાની જરૂર નથી એમ શું જોઈને કહીએ છીએ? ઘરમાં કલ્યાણ નથી થતું? સૈનેરી ટોળીનું મેંબરપણું છેડવું નથી ને શાહુકાર ગણવું છે. જેમાં ૧૮ પાપસ્થાનકના ઉકરડાની કંપનીમાંથી રાજીનામું