________________
૩૧૪
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી અને હીરાની કિંમત? મનુષ્યભવના ઉકરડામાં ધર્મરત્ન વિખરાએલા પડેલા છે, ઉકરડે આ પોલીસ (શરીર) મદદ કરે તે છે, છતાં ઉકરડેથી હીરા લેવાની પણ અક્કલ આવતી નથી. માટે શાસકારે કહ્યું કે આ મનુષ્યપણુ મલ્યા છતાં, પાપી આત્માઓ ધર્મની લહેજત લઈ શકતા નથી. એક જ કારણ છે કે ઢોરઢાંખરને રતનના ઢગલામાં ઊભા રાખીએ તો પોદળો નાખે, પેસાબ કરે કે લાત મારે તેને રત્નમાં રત્નબુદ્ધિ થઈ નથી. આ જીવ ધર્મરત્નના ખેતરમાં, ચાહે ઉપાશ્રય દેહરાસરે, પાઠશાળે જાય ત્યાં બધે રત્ન ભરેલા છે, પણ હેરને ઉકરડે રત્ન હોય તે પેશાબ અને પિોદળે જ કરવાના. તેમ આ આત્માને જડ ચેતનનું ભાન ન થાય ત્યાં સુધી ધર્મરત્ન ઉકરડે પડ્યા હોય તે પણ પેસાબ અને પિોદળે કરવાનું મન થાય છે, તેમ મનુષ્યપણું, લાયક ક્ષેત્ર મલ્યા છતાં ધર્મરત્નમાં રતિ થવી ઘણી મુશ્કેલ છે. ઢેર ઢેળાએલા ધાન્યને દેખે પણ રત્નને ન દેખે, રત્નના ઢગલા વચ્ચે રહેલા માત્ર ધાન્યના કણીયા ભલે તે એંઠા હોય તે જ દેખે, આ જીવ રત્નના ક્ષેત્રમાં આવ્યું, છતાં જાનવરની પદ્ધત્તિથી વિષય કષાયને જ દેખે છે. જેમ જાનવરમાં રત્ન ઓળખવાની, લેવાની, રત્ન માટે ભેગ આપવાની બુદ્ધિ આવતી નથી, તેને એંઠવાડાના દાણા માટે શીંગડું મારવાનું થાય છે. વચ્ચે કુતરું ખાવા આવે તે શીંગડું મારવા જાય, એંઠવાડાના અનુસાર બધું કરવા તૈયાર છે, પણ રતનને અંગે કશું કરવા તૈયાર નથી. તેમ આ જીવ વિષયરૂપી એંઠવાડા માટે શીંગડા ભોંકવા તૈયાર છે, પણ રત્ન માટે આ જીવને દરકાર જ નથી, તેથી પાડોશીને પિતાના ગણે છે, એંઠવાડા માટે હડકવા હાલે છે, પિતાની કે પર-જાત હોય તે દરેકને કરડવા જાય છે, એક જ કારણ છે. જાનવરને રત્નની પરીક્ષા નથી, તેથી રત્નનું ભાન નથી, તેથી ભેગ આપવાને તૈયાર કયાંથી થાય ?
પિતાના ઘરને જેતે નથી. આ આ આત્મા અનાદિકાળથી વિષય, કષાયને જ કીમતી ગણતે આવ્યા છે, તે માટે શાસ્ત્રકાર કહે છે કે જગતમાં રત્ન સમજનાર, તેમાં રતિ કરનાર, ઉદ્યમ કરનારા ઘણા ઓછા હોય છે, તેમ મનુષ્યપણુ મલ્યા છતાં ધર્મરત્ન તરફે દરકાર કરનાર ઓછા છે. એ મળ્યા છતાં અનર્થ હરણ કરનાર, અલગ રહ્યું રત્ન અનર્થ દૂર કરે છે, દીવ અલગ રહ્યો અંધારું દૂર કરે છે. તેમ